ધાનેરામાં પરિણીતાએ ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું, પાંચ વિરુદ્ધ ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાનેરામાં પરિણીતાએ રવિવારે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરતા ચકચાર મચી હતી.યુવતીના પિયર પક્ષ દ્વારા સાસરિયા પક્ષના 5 વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ હતી.

ધાનેરાના લાધાપુરા વિસ્તારમાં રહેતા ગલ્લો ચલાવી ગુજરાન ચલાવતા અનિકશાહના પત્ની સાહિનબાનુએ રવિવારે તેમના જ ઘરે પંખે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરતા ચકચાર મચી હતી. અનિકશાહ બપોરના સમયે ઘરે જમવા આવતા તેમને રૂમમાં જઇ જોયું તો તેમના પત્ની મૃત હાલતમાં પંખે લટકતા જોતા તાત્કાલિક તેમના પરિવાર તેમજ આજુબાજુથી લોકોને બોલાવી સાહિનબાનુની લાશ નીચે ઉતારી હતી અને પીએમ અર્થે ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડી હતી. તો સાહિનબાનુંના પિયર પક્ષના લોકો પણ ધાનેરા દોડી આવી લાશનું પીએમ કરાવી લાશ લઇ ગયા હતા.

ધાનેરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ત્યારે યુવતીના પિતા સરફરાજખાન હબીબખાન નાગોરી પાલનપુરએ યુવતીના સાસરિયા પક્ષના અનિકશા ઇમામશાહ સાંઇ, જુબેદાબેન ઇમામશાહ સાંઇ, સદામશા ઇમામશાહ સાંઇ, ઝાકીરશા ઇમામશાહ સાંઇ, પ્રવીણ ઉર્ફે પરૂં સાદામશા સાંઇવિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...