ધાનેરાના કુંડી પ્રા.શાળામાં પાણીની ટાંકી ભંગાર હાલતમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધાનેરા તાલુકાના છેવાડાના અને રાજસ્થાનને અડીને આવેલ કુંડી ગામે પ્રા.શાળામાં પાણી માટે ત્રણેક વર્ષ અગાઉ પાણીની ટાંકી ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવી હતી. પરંતુ તે ટાંકી માત્ર એક જ વર્ષમાં બિસ્માર બની ગઈ છે. જેના કારણે વિદ્યાર્થીઓને પીવાના પાણીની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાળકો માટે 20 વર્ષ અગાઉ બનેલી ટાંકીમાં પાણી ભરવું પડી રહ્યું છે અને તે પણ તિરાડવાળી ટાંકી હોવાથી પાણીનો મોટા પ્રમાણમાં બગાડ થાય છે. આ બાબતે શાળાના આચાર્ય દ્વારા પણ ગ્રામ પંચાયતને અનેકવાર જાણ કરવા છતાં કોઇ પગલાં લેવામાં આવતા નથી. આગામી ઉનાળાના દિવસો આવી રહ્યા છે ત્યારે આ શાળાના બાળકોને પિવાના પાણીની સમસ્યા ઉભી ન થાય તે બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઊઠી છે.

અન્ય સમાચારો પણ છે...