તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે મહિનાની તપાસમાં SIT આ ન શોધી શકી કે ગુમ થયા પછી સાયરાની પિડીતા 4 દિવસ સુધી ક્યાં હતી?

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

તા. 01-01-2020ની સવારે પિડીતાએ 10:16 થી 10:47 સુધીમાં 3 કોલ અને 4 એસએમએસ બિમલને કર્યા હતા. પિડીતાએ કોમ્પ્યુટર ક્લાસમાં ફોર્મ ભરવાના બહાને બિમલને સાયરામાં પોતાને લેવા બોલાવ્યો હતો. આથી ડરી ગયેલા બિમલ ભરવાડે પિડીતાની બહેનને જાણ કરતાં તેણે આ બાબતે સાયરા જવાની ના પાડી હતી. પરંતુ ફરીથી બિમલે ધમકી આપી હતી. કે જો એ નહીં આવે તો બધી વાત તેની પત્નીને કરી દેશે. પિડીતા પોતાનો ભાંડો ન ફોડી દે તે આશયથી બિમલ ભરવાડ સાયરા પિડીતાને પોતાની આઇ-20 ગાડી નંબર જીજે 31 ડી 1001માં 10:47 વાગે લેવા ગયો હતો.

સાયરાથી મોડાસા આવતાં બંને વચ્ચે બે કલાક ગાડીમાં વિવાદ થયો હતો. પિડીતાએ પોતે બિમલની ગાડીમાંથી નહીં ઉતરવાની તથા બિમલ સાથે જીદ કરવાની જીદ પકડતાં બિમલે ખૂબ વિનંતીઓ કરતાં પિડીતા માની હતી નહીં. પછી બંને 12:49 વાગે મોડાસા બસ સ્ટેન્ડ પાસે આવ્યા હતો. બિમલ ભરવાડને ખબર પડી જતાં પિડીતા માને તેમ ન હોવાથી તેણે પિડીતાની બહેનનો સંપર્ક કર્યો હતો. પિડીતાની બહેન તા. 31-12-2019ની રાત્રીએ મમતા હોસ્પિટલ મોડાસામાં રોકાઇ હતી. પિડીતા તથા તેની મહિલા મિત્ર મોડાસા બસ સ્ટેન્ડ સહકારી જીન પાસે આવેલ અને પિડીતાને બિમલ ભરવાડની ગાડીમાંથી ઉતારવાનો પ્રયત્નો શરૂ કર્યા હતા. પિડીતાની બહેને આ બાબત પોતાની માતાને પણ જણાવલ કે પિડીતા ગાડીમાંથી ઉતરતી નથી. પરંતુ પિડીતા કોઇ રીતે ગાડીમાંથી ઉતરવા તૈયાર ન હતી. બિમલ ભરવાડે પિડીતાની બહેનને જણાવેલ કે પિડીતા તેની પત્નીને ફોન કરી બધું જણાવી દેશે. તો પોતે ક્યાંયનો નહીં રહે. બિમલે પિડીતાની બહેનને જણાવેલ કે પિડીતાના મોબાઇલમાંથી પોતાની પત્નીનો મોબાઇલ નંબર ડિલીટ કરી દે.પિડીતાની બહેને પિડીતાનો મોબાઇલ ખેંચી લઇ બિમલની પત્નીનો મોબાઇલ નંબર શોધવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ ન મળતાં મોબાઇલ અને સીમ તોડી નાખ્યો હતો. પોતાના હાથમાં મોબાઇલ ન રહેતાં પિડીતા ગાડીમાંથી નીચે ઉતરી તેની બહેન પાસે પોતાનો મોબાઇલ માગ્યો હતો. દરમિયાન તક જોઇ બિમલ ભરવાડ પોતાની ગાડી લઇ ભાગી છૂટ્યો હતો. પિડીતાનો મોબાઇલ ફોન પોતે તોડેલ હોઇ પિડીતાની બહેને પોતાનો મોબાઇલ પણ ગુસ્સામાં તોડી નાખ્યો હતો. આથી પિડીતા બિમલને પણ ત્યાં ન જોઇ તથા પોતાનો મોબાઇલ પણ તૂટી ગયો હોઇ અત્યંત હતાશ થઇ રિક્ષામાં સાયરા જવા નીકળી હતી અને 14:00 વાગે સાયરા ઉતરી હતી અને ત્યારબાદ પિડીતા ગુમ થઇ હતી.

બિમલ ભરવાડે આ નંબરો પરથી પિડીતાને કોલ કર્યા

મોબાઇલ સીમધારકનું નામ કોલ SMS કુલ

7600116495 ભરતભાઇ શીભાભાઇ ભરવાડ

રહે. બાજકોટ 187 27 214

9054240412 મો.હનીફ સૈયદ રહે. અપ્સરા સિનેમા

મોડાસા 115 09 124

9327259520 ખાંટ શૈલેષકુમાર મનુભાઇ રહે. ફતેપુરા

અણીયોર મોડાસા 55 09 64

9978501479 કિરણકુમાર નરસિંહભાઇ ભરવાડ રહે. ટોટુ મોડાસા

48 222 270

કુલ 405 267 672

બિમલ ભરવાડ અલગ અલગ મોબાઇલ નંબરોથી બંને બહેનોના સતત સંપર્કમાં રહેતો હતો


ભાસ્કર ન્યૂઝ | મોડાસા

સમગ્ર રાજ્યમાં ચકચાર જગાડનાર મોડાસાના સાયરા (અમરાપુરા) 19 વર્ષિય યુવતીના અપહરણ, સામૂહિક દુષ્કર્મના કેસમાં સીઆઈડી ક્રાઈમની એસઆઈટીએ તમામ 3 આરોપીઓને ક્લીનચીટ આપી દીધી છે. બે મહિનાની તપાસ પછી તપાસ એજન્સી આ તારણ પર પહોંચી કે પીડિતાનું અપહરણ અને તેની સાથે દુષ્કર્મ થયું નથી. પીડિતાએ આત્મહત્યા જ કરી છે. આત્મહત્યા માટે મજબૂર કરવા માટે મુખ્ય આરોપી બિમલ ભરવાડ સામે કલમ 306, 504 અને 201નો ઉમેરો કરવા કોર્ટમાં અરજી કરાશે. એસઆઈટીએ એવો પણ દાવો કર્યો છે કે સતીષ ભરવાડ નામનો કોઈ આરોપી છે જ નહી. બિમલ ભરવાડ જ સતીશ ભરવાડ છે.

પીડિતાને ગેરમાર્ગે દોરવા આરોપીએ પીડિતાની બહેનના મોબાઈલમાં સતીશના નામે નંબર સેવ કર્યો હતો. SITએ પીએમ રિપોર્ટ, એફએસએલ રિપોર્ટ, મોબાઈલ કોલ ડિટેઈલ, SMS, ઘટનાનું રિકન્સ્ટ્રક્સન અને 7 સાક્ષીઓનાં નિવેદનના આધારે આ કેસમાં ત્રણે આરોપીઓને ક્લીનચીટ આપી દીધી છે. બે માસ સુધી તપાસ કર્યા પછી પણ તપાસ એજન્સી SIT આ નથી શોધી શકે કે 1 જાન્યુઆરીથી 4 જાન્યુઆરી 20 સુધી પીડિતા ગુમ હતી તો ક્યાં હતી. એસઆઈટી ફક્ત એટલું જ કહ્યું છે કે આ બાબતે તપાસ પ્રગતિમાં છે અને આરોપી બિમલ ભરવાડ કેટલીક હકીકતો છુપાવી રહ્યો છે. જેના માટે નાર્કો ટેસ્ટ માટે કોર્ટની મંજૂરી માગવામાં આવી છે.

પિડીતા હોટેલમાં અન્ય સાથે રોકાતાં બિમલે ઝઘડો કર્યો હતો

પિડીતાની ધમકીઓથી બિમલ ભરવાડ ડરી ગયો હતો. પિડીતા તેની સાથે જ રહેવા માંગતી હતી. પરંતુ પોતે પરિણીત હોઇ તે ખૂબ જ પ્રેશરમાં આવી જતાં પિડીતાથી પીછો છોડાવવાનું નક્કી કર્યુ હતુ. પિડીતા વધુ પડતો હક જમાવતી હોઇ બંને વચ્ચે વિવાદ વધી ગયો હતો. બિમલ ભરવાડે પોતાના કૌટુંબિક ભાઇ આકાશ ભરવાડ સાથે ચર્ચા કરી નક્કી કર્યુ હતુ કે પિડીતાને જો કોઇ અન્ય સાથે કરાવી દઇએ તો આ પ્રશ્ન હલ થઇ જશે. આ માટે આકાશે તેના તથા બિમલના અન્ય પરિણીત કૌટુંબિક ભાઇ વિપુલ ભરવાડને પિડીતા સાથે મૈત્રી કરવા તૈયાર કર્યો હતો. વિપુલ ભરવાડને બિમલ તથા પિડીતાની મૈત્રી વિશે જાણ ન હતી. આ પ્લાન મુજબ આકાશ તથા તેની મહિલા મિત્ર અને પિડીતા મોડાસામાં વિપુલને તા. 30.12.2019ના રોજ મળ્યો હતો. આ તમામ લોકો મોડાસા-શામળાજી રોડ પર આવેલ ભાગ્યોદય હોટલમાં ડિનર માટે ભેગા થયા હતા. ત્યારબાદ એશિયન ગ્રીન હોટલ જીઆઇડીસી મોડાસામાં રાત્રી રોકાણ કર્યુ હતુ. જેમાં તમામના મોબાઇલ લોકેશન અને સાહેદ હોટલ કર્મચારીની પૂછપરછ દરમિયાન આ હકીકતો ખુલી હતી. આરોપી બિમલ ભરવાડ રાત્રી રોકાણને લઇ પિડીતા સાથે ખોટો વિવાદ ઉભો કર્યો હતો. પિડીતા બિમલ ભરવાડને પહેલા આત્મહત્યાની તથા તેની પત્નીને પોતાના સંબંધો વિશે જણાવી દેવાની ધમકીઓ આપતી હોઇ બિમલે પિડીતાને ચૂપ રહે તે આશયથી આ પ્લાન કર્યો હતો. પરંતુ પિડીતા પોતે બિમલ સાથે મૈત્રી સંબંધમાં ફસાઇ ચૂકી હતી અને તેની સાથે જ રહેવા માગતી હતી. બિમલ ભરવાડે રાત્રીરોકાણની વાત પર વિવાદ ઉભો કરતાં પિડીતા શરમજનક પરિસ્થતિમાં ખૂબ જ હતાશ થઇ હતી અને એને લાગ્યું હતુ કે બિમલ ખરેખર પોતાને તરછોડી દેશે.

બિમલ ભરવાડ પિડીતા અને તેની બહેન બંને સાથે સંબંધ રાખવા માગતો હતો


પિડીતા સાથે સૌ પ્રથમ આરોપી દર્શન ભરવાડનો સંપર્ક કરી ડિસે.2019માં થયો હતો. તેઓ એકબીજા સાથે સતત સંપર્કમાં હતા. દર્શન ભરવાડ અને પિડીતા સાથે તા. 14.12.2019 થી તા. 29.12.2019 દરમિયાન કુલ 121 કોલ અને 9 એસએમએસ થયા છે. દર્શન ભરવાડે પિડીતા અને તેની બહેનનો સંપર્ક બિમલ ભરવાડ સાથે ડિસે.2019માં કરાવેલ હતો. બિમલ ભરવાડ પોતે પરિણીત હોવા છતાં બંને બહેનોને એકબીજાને અંધારામાં રાખી પોતાની શ્રીમંતાઇના પ્રદર્શન દ્વારા બંને બહેનો સાથે મૈત્રી સંબંધ બાંધ્યા હતા. બિમલ ભરવાડ પિડીતાને પોતાના ઘરે તેમજ ગેસ્ટહાઉસમાં પણ લઇ ગયેલ હોવાની બાબત પિડીતા તથા બિમલ ભરવાડના મોબાઇલ પર થયેલ વાતચીતની એફએસએલ દ્વારા રિકવર કરાયેલ રેકોર્ડિંગ પરથી ફલીત થયેલ છે. આ બાબતની પિડીતાની બહેનને ખબર પડતાં બિમલ ભરવાડ સાથે તેને વિવાદ થયો હતો અને પિડીતા સાથે આ બાબતે મનદુખ થયુ હતુ. બિમલ પોતે પિડીતા સાથે સંબંધ નહીં રાખે તેવું પિડીતાની બહેનને આશ્વાસન આપી તેનો વિશ્વાસ જીતવા ખોટા પ્રયત્નો કર્યા હતા. હકીકતમાં બિમલ ભરવાડ બંને બહેનો સાથે સંબંધ રાખવા માગતો હતો. તેથી પોતે અલગ અલગ મોબાઇલ નંબરોથી બંને બહેનોના સતત સંપર્કમાં યુવતીને ખબર ન પડે તેમ રહેતો હતો. બિમલ ભરવાડે અલગ અલગ વ્યક્તિઓના મોબાઇલ નંબરો ઉપયોગ કરી પિડીતા સાથે તા. 18-12-2019થી તા. 01-01-2020 દરમિયાના કોલ કર્યા હતા.

આરોપીઓના નામ


1. બિમલ ભરતભાઇ ભરવાડ રહે. બાજકોટ મોડાસા

2. દર્શન ભલાભાઇ ભરવાડ રહે. પીપરાણાં, તા. માલપુર

3. જીગર સરદારસિંહ પરમાર રહે. ગાજણ તા. મોડાસા

4. સતીષ શીભાભાઇ ભરવાડ રહે. રમાણા તા. ધનસુરા

સતીષ ભરવાડ નામનો કોઇ આરોપી જ નથી

અન્ય નાસતા ફરતા આરોપી સતીષ ભરવાડ નામના શખ્સનો કોઇ રોલ આ ગુનામાં જણાયો નથી. હકીકતે બિમલે પોતાની બહેનથી છુપાવવા પિડીતાને પોતાનું નામ સતીષ ભરવાડ તરીકે સેવ કરવા જણાવ્યું હતુ. તેની પૃષ્ટિ પિડીતાની બહેનના નિવેદનથી થઇ છે.

કેસનો ઘટનાક્રમ

{તા. 01-01-2020ના રોજ યુવતી ગુમ થઇ

{ તા. 05-01-2020 ના રોજ સાયરામાં યુવતીની ઝાડ પર લટકતી લાશ મળી

{ તા. 08-01-2020 ના રોજ અમદાવાદ બી.જે.મેડિકલ કોલેજમાં પોસ્ટમોર્ટમ કરાયું

{ તા. 18-01-2020ના રોજ કેસની તપાસ સીટને સોંપાઇ

{તા. 31-01-2020 ઘટનાનું રિકન્સટ્રક્શન કરાયું

{તા. 04-02-2020 અહેવાલ સીટને મળ્યો

અપહરણ, દુષ્કર્મ, હત્યા થઇ નથી , ત્રણ આરોપીઓને ક્લીનચીટ

પિડીતાની બહેને મોબાઇલ તોડી નાખતાં બિમલ ભરવાડ આ તક જોઇને નાસી ગયો

_photocaption_સાયરા ગામની સીમમાં ઝાડ પરથી લટકતી હાલતમાં લાશ મળી હતી. *photocaption*

પિડીતાએ કોમ્પ્યુટર ક્લાસમાં ફોર્મ ભરવાના બહાને બિમલને સાયરા ગામે પોતાને લેવા માટે બોલાવ્યો હતો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો