તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માણસા મામલતદાર કચેરીમાં કામગીરી ઠપ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવવાના ગામોના રેવન્યુ રેકોર્ડની કામગીરી માણસા મામલતદાર કચેરીના કર્મચારીઓને સોંપવામાં આવતા કચેરીની કામગીરી અટકી પડી છે. આથી અરજદારોને ધરમ ધક્કો પડી રહ્યો હોવાનો આક્ષેપ લોકોએ કર્યો છે. ગાંધીનગર અને અમદાવાદ શહેરને લીંકશીટી તરીકે ડેવલોપ કરવાની રાજ્ય સરકારે કવાયત હાથ ધરી છે. જેમાં ગાંધીનગર મહાનગરપાલિકામાં તેમજ અમદાવાદ મહાનગરપાલિકમાં આસપાસના ગામોને સમાવવામાં આવશે. જેમાં ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ગામોના ખેડુત ખાતેદોરાની જમીનનું સંપુર્ણ રેકોર્ડ તૈયાર કરવા તેમજ ગામ વાઇઝ સાતબારના ઉતારાની કામગીરી હાલમાં માણસા મામલતદાર કચેરીના કર્મચારીઓને સોંપવામાં આવી છે. આથી માણસા મામલતદાર કચેરીની કામગીરી ઠપ્પ થઇ જતા અરજદારોને ધક્કા ખાવાની ફરજ પડી રહી છે.

સ્ટાફ ગાંધીનગરના ગામોમાં વ્યસ્ત

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો