તારે આવવું હોય તો પૈસા લઇને આવજે કહીને પત્નીને તરછોડી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિલાને પતિ સહિત સાસરીયા દ્વારા મારઝુડ કરી પૈસા માગી ગડદાપાટુનો માર મારી કાઢી મુકતાં મહિલાએ પાટણ તાલુકા પોલીસ મથકે પતિ સહિત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

સરસ્વતી તાલુકાના શિયોલ ગામે રહેતી શિલ્પાબેન રમેશભાઇ રબારી તેમના મા-બાપના મૃત્યુ બાદ મામાએ ઉછેર કરી પાંચ વર્ષ પહેલા દિયોદરના મેસરા ગામના રબારી રમેશભાઇ લલ્લુભાઇ સાથે લગ્ન કરાવ્યા હતા. લગ્ન જીવન દરમ્યાન અવાર નવાર મારઝુડ કરતા તેઓ રિસાઇને શિયોલ ગામે આવતા હતા.1 અેપ્રિલ સાંજના સુમારે પતિ સહિત ચાર સભ્યો ગાડી લઇને શિયોલ ગામે આવી કહેવા લાગ્યા કે મારે તને રાખવી નથી તારે આવુ હોય તો પૈસા લઇને આવજે એમ કહીને ઉશ્કેરાઇ જઇને ગડદાપાટુનો માર મારી હવે જો આવી તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપ્યાની શિલ્પાબેન રબારીએ પાટણ તાલુકા પોલીસ મથકે શખ્સ પતિ રબારી રમેશભાઇ લલ્લુભાઇ,રબારી મોતીભાઇ ચેલાભાઇ, રબારી રામજીભાઇ વેલાભાઇ અને રબારી જલુભાઇ લીલાભાઇ રહે.મેસરા સામે ફરિયાદ નોંધાવી હતી.