તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હું RTO ઇન્સ્પેક્ટર છું મારી ગાડી કેમ રોકી કહી પોલીસ પર પથ્થરમારો કર્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રતનપુર ચોકી સામે નેશનલ હાઇવે પર સ્કોર્પિયોમાં બેઠેલા યુવકોને ઉભા રાખી પૂછતાછ કરતાં આશિષ નામના યુવકે કહ્યું કે હું આરટીઓ ઇન્સપેક્ટર છું. અમારી ગાડી ગુજરાત પોલીસ રોકતી નથી તો તમે ગાડી રોકવાની હિંમત કેવી રીતે કરી. ત્યારબાદ તેને ગાડીમાંથી ઉતરી ગાડી રસ્તા ઉપર આડી કરી હાઇવે જામ કરી દીધો અને પોલીસ પર પથ્થરમારો કરતાં પોલીસે મોડાસા, શામળાજીના સાત આરોપીઓને પકડી સ્કોર્પીયો તથા 80 હજાર રોકડ જપ્ત કરી.

રવિવારે સવારે પાંચ વાગે પોલીસની નાકાબંધી દરમિયાન ઉદયપુર તરફથી આવતી સ્કોર્પીયો રોકાવતાં કારમાં બેઠેલો યુવક પોતે આરટીઓ ઇન્સ્પેક્ટર છે કહી પોલીસ સાથે ઝઘડવા લાગી પોલીસ પર પથ્થરમારો કરી હાઇવે જામ કરી દીધો હતો.

આ સાત પકડાયા
અરવલ્લીના લક્ષ્મણપુરાના આશીષ નારાયણલાલ કટારા, ધંધાસણનો હર્ષ ઉમંગ ડામોર, મિત શૈલેષ ભાવસાર રહે. ગોપી વલ્લભ એપાર્ટમેન્ટ માલપુર રોડ, મોડાસા, દિપેન બાબુભાઇ કટારા રહે. રામેલા, શામળાજી, આશીષ લક્ષ્મણભાઇ ડામોર, રહે. ખાનપુર ડામોર ફળી,ઇસરી,જયરાજ રાકેશભાઇ ભાટી રહે. બામણવાડ તા. મોડાસા, જીગર સોમાભાઇ ચૌધરી રહે. મોડાસા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો