તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છાપીમાં ઘરમાં ઘૂસેલા શખ્સને 1.30 લાખ નહીં આપતાં વૃદ્ધને છરી મારી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડગામ તાલુકાના છાપી હાઇવે પર રવિવાર સવારે એક સોસાયટીમાં રહેતા વૃદ્ધ દંપતીના ઘરમાં શખસ પાણી પીવાના બહાને ઘુસી વૃદ્ધને છરી બતાવી રૂ.એક લાખ ત્રીસ હજારની માંગણી કરી હતી. જોકે રૂપિયા ન આપતા વૃદ્ધના હાથમાં છરીના ઘા મારી ફરાર થઇ જતાં પંથકમાં ચકચાર મચી ગઈ હતી.

વડગામ તાલુકાના છાપી હાઇવે ઉપર આવેલી ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતા ફજલભાઈ હાજીઅમીભાઈ મેમણ ઘરમાં એકલા હતા. તે દરમિયાન રવિવારે સવારે સાત વાગ્યાના સુમારે એક શખસ પાણી પીવાના બહાને ઘરમાં ઘુસી વૃદ્ધને છરી બતાવી મોંઢા ઉપર ઝેકેટથી દબાવી પોતાની માતા બીમાર હોવાનું જણાવી રૂ.એક લાખ ત્રીસ હજારની માંગણી કરી હતી. જોકે રૂપિયા ન હોવાનું કહેતા શખસે વૃદ્ધના હાથમાં છરી મારી લોહી લુહાણ કરી દીધા હતા. બાદમાં ફરાર થઇ ગયો હોવાનું પીડિતે જણાવ્યું હતું. જોકે આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો એકત્રિત થઇ ગયા હતા અને શખસની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન પીડિત વૃદ્ધએ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને લઇ છાપી પીએસઆઈ એલ.પી.રાણાએ તપાસનો ધમધમાટ શરૂ કરી આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી શખસની શોધખોળ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો