થરાદ તાલુકાના ઉંદરાણા ગામે ચાર સંતાનોની માતા પર પતિ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

થરાદ તાલુકાના ઉંદરાણા ગામે ચાર સંતાનોની માતા પર પતિ ચરિત્ર અંગેનો વહેમ રાખી શનિવારે બપોરે કુહાડી વડે ગળાના ભાગે ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી પતિએ પોતે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરતા સમગ્ર ગામમાં ચકચાર મચી હતી.

ઉંદરાણા ગામે રહેતા રગનાથભાઇ ચમનાજી ઠાકોર (ઉંમર વર્ષ-44) તેમના ચાર સંતાનો અને પત્ની સાથે રહી ગુજરાન ચલાવતા હતા. જોકે રગનાથભાઇએ તેમની પત્ની માફીબેન પર ચારિત્ર અંગે શંકા રાખી શનિવારે બપોરે કુહાડી લઇ ગળાના ભાગે ઘા ઝીંકી પત્ની માફીબેનને મોતને ઘાટ ઉતારી હતી. ત્યારબાદ પતિ રગનાથે પોતે લીમડાના ઝાડ પર દોરડા વડે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. થરાદ પીઆઇ જે.બી.આચાર્ય સહિત મહિલા પીએસઆઇ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી અને હત્યામાં વપરાયેલી કુહાડી કબજે કરી મરણ જનાર બન્ને પતિ-પત્નીના મૃતદેહ કબજે લઇ પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...