તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હારિજની પરિણીતાને પતિએ 3 વખત તલાક..તલાક..તલાક..કહી કાઢી મૂકી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાની યુવતીને પાટણના હારિજમાં સાસરીયાઓ દહેજ મામલે ત્રાસ આપી અવારનવાર મારતાં હતા.જો કે તે બાદ એક માસ અગાઉ તેના પતિએ ત્રણ વખત તલ્લાક..તલ્લાક.તલ્લાક કહી ઘરેથી કાઢી મુકતા યુવતીએ પતિ સહિત સાસરીયાના 4 સભ્યો સામે ફરીયાદ નોધાવી છે.

થરાના જુના ગંજ બજાર વિસ્તારમાં રહેતી યુવતિના લગ્ન પાટણના હારીજ ખાતે થયા હતા. જ્યા યુવતિને તેના સસારીયાના લોકો નાની-મોટી વાતે બોલાચાલી કરી ”તુ તારા પિતાના ઘરેથી દહેજમાં કઇ લાવી નથી”કહી ત્રાસ આપી યુવતિના પતિને ચઢામણી કરતા હતા. જેને લઇ યુવતિનો પતિ અવાર નવાર યુવતિને માર મારતો હતો. જો કે એક માસ અગાઉ યુવતિને તેના પતિ સલીમભાઇ ભીખાભાઇ મનસુરીએ મારમારી ત્રણ વખત તલ્લાક..તલ્લાક.તલ્લાક કહી ઘરમાથી કાઢી મુકી હતી. જો કે તેના એક માસ બાદ યુવતિએ થરા પોલીસ મથકે પહોંચી તેના પતિ સલીમભાઇ ભીખાભાઇ મનસુરી, બાનુબેન ભીખાભાઇ મનસુરી, ભીખાભાઇ જુમાભાઇ મનસુરી અને આદમભાઇ ઉમરભાઇ મનસુરી સામે ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો