તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાયડના દખણેશ્વરમાં ગામના શખ્સોના ત્રાસથી કંટાળી ઘરના મોભી એ ઘર છોડ્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાયડ તાલુકાના દખણેશ્વરમાં રહેતા ધીરુભાઈ હીરાભાઈ વણકર સાથે ગામના જ ગિરધરભાઈ રૂપાભાઈ વણકર , સંદીપ કુમાર ગિરધરભાઈ વણકર , કાંતાબેન ગિરધરભાઈ વણકર , હીનાબેન ગિરધરભાઈ વણકર અવારનવાર ઝઘડો કરી ત્રાસ આપતા હોવાથી ઘર છોડીને જતા રહ્યા છે. ધીરુભાઈના દીકરા પ્રકાશે બાયડ પોલીસ મથકે તેના પિતાએ લખેલી ચિઠ્ઠી આપતા પોલીસે ચિઠ્ઠીના આધારે અરજી લઈ આરોપીઓને અટકાયતી પગલાં ભર્યા હોવાનું જમાદાર જગતસિંહે રટણ કર્યું હતું.

યુવકના જણાવ્યા મુજબ દખણેશ્વરમાં રહેતાં ગિરધરભાઈ રૂપાભાઈ વણકર , સંદીપ કુમાર ગિરધરભાઈ વણકર, કાંતાબેન ગિરધરભાઈ વણકર , હીનાબેન ગિરધરભાઈ વણકર અવારનવાર ઝઘડો તેના પિતાજી સાથે તેમજ તેના પરિવારજનો સાથે ઝઘડો કરતા હતા. ધૂળેટીએ પણ યુવકના પિતાજી સાથે ઝઘડો કરી મારઝૂડ કરી હતી . અવારનવાર થતા ઝઘડાથી કંટાળી ને યુવકના પિતાએ ઘર છોડતા પરિવાર માથે આભ ફાટ્યું હોય એવી પરિસ્થિતિ ઉભી થઈ છે. ગામના લોકો દ્વારા તેમના પરિવાર સાથે અવારનવાર ઝઘડો કરી મારઝૂડ કરી ત્રાસ અપાતો હોવાની અરજીઓ જિલ્લા પોલીસ વડા થી માંડી ને મુખ્યમંત્રી સુધી કરી હોવાનો પણ ચિઠ્ઠીમાં ઉલ્લેખ છે.

પોલીસે માત્ર અરજી લઈ સંતોષ માણ્યો

ધીરુભાઈ હીરાભાઈ વણકર કંટાળીને ચિઠ્ઠી લખીને ઘર છોડી ચાલ્યા ગયા હોવાની જાણ પરિવારજનો દ્વારા બાયડ પોલીસ મથક કરાતાં પોલીસ દ્વારા આરોપીઓ સામે ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવાની જગ્યા એ માત્ર અરજીના આધારે અટકાયતી પગલાં લઈ સંતોષ માણ્યો હોવાનું સામે આવતા પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

પોલીસ દ્વારા નક્કર પગલાં નહિ લેવાય તો આત્મહત્યા કરી લેવાનો ચિઠ્ઠીમાં ઉલ્લેખ

ધીરુભાઈ હીરાભાઈ વણકરના છૂટકે ઘર છોડતા ચિઠ્ઠીમાં એવો ઉલ્લેખ કર્યો છે કે આરોપીઓ સામે પાંચ દિવસમાં નક્કર પગલાં નહિ લેવાય તો ગમે તે જગ્યાએ આત્મહત્યા કરી લેવાનો પણ ચિઠ્ઠીમાં ઉલ્લેખ કર્યો છે.

પોલીસનું ચિઠ્ઠીના આધારે અરજી લઈ આરોપીઓના અટકાયતી પગલાં ભર્યા હોવાનું રટણ

ગામના શખ્સો અવારનવાર ઝઘડો કરતા હતા, ધૂળેટીએ પણ ઝઘડો કરી મારઝૂડ કરી હતી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો