શક્તિપીઠ બહુચરાજી ખાતે માં બહુચરના સાનિધ્યમાં શનિવારથી પવિત્ર ચૈત્રી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શક્તિપીઠ બહુચરાજી ખાતે માં બહુચરના સાનિધ્યમાં શનિવારથી પવિત્ર ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થશે. આ નિમિત્તે શુક્રવારે બપોર પછી માઈમંદિરમાં પ્રક્ષાલન વિધિ કરવામાં આવનાર હોઈ મંદિર દર્શન માટે બંધ રહેશે.

શનિવારે ચૈત્રી નવરાત્રીના પ્રારંભે સવારે 7:00 વાગે નિજમંદિરમાં વહીવટદારના હસ્તે ભૂદેવોના પવિત્ર મંત્રોચ્ચારણ સાથે ઘટસ્થાપન વિધિ કરવામાં આવશે. આ સાથે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થશે.

અન્ય સમાચારો પણ છે...