તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડીના ફાટીપોળમાં મંદિરનો પાટોત્સવ હોઇ હિન્દુ-મુસ્લિમ રહીશોએ જાતે દબાણ દૂર કર્યાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કડી શહેરના ફાટીપોળ રહેતા હિન્દુ અને મુસ્લિમ સમાજના રહીશોએ મહોલ્લામાં યોજાનારા પૌરાણિક શિવમંદિરના પાટોત્સવને લઈ સ્વયંભૂ દબાણો દૂર કરી શહેરમાં હિન્દુ-મુસ્લિમ ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

મોટા તળાવ નજીક ફાટીપોળમાં વર્ષો પહેલાં 70 થી વધારે પાટીદાર પરિવારો વસતા હતા. વિકસિત પરિવારો ધીમે ધીમે પોળના મકાનો વેચી સોસાયટીઓમાં સ્થાયી થયા. ફાટીપોળમાં વર્ષોથી હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો ભાઈચારાની ભાવનાથી હળી મળીને રહે છે. પાટીદારોએ જે-તે સમયે પોળમાં રામેશ્વર મહાદેવનું મંદિર બનાવ્યું હતું. પંદર વર્ષ અગાઉ મંદિરનો લાખોના ખર્ચે જીર્ણોધ્ધાર કર્યો હતો. આજે મંદિરના દ્વિતીય પાટોત્સવ નિમિત્તે લઘુરૂદ્ર યજ્ઞનું આયોજન કરાયું છે. પરંતુ પોળમાં વસવાટ કરતા હિન્દુ-મુસ્લિમોએ ઘરના આગળ પાછળ ઓટલા, શૌચાલય, ટાંકી, ચોકડી બનાવી દબાણો કરેલા હોઇ મંદિરના પાટોત્સવમાં જગ્યાના અભાવે નડતરરૂપ હતા.

ફાટીપોળના હિન્દુ-મુસ્લિમ પરિવારોએ સ્વયંભૂ પાલિકામાં જાણ કરી દબાણો હટાવવા જણાવ્યું હતું. જેને પગલે પાલિકાએ પોળમાં જાહેર માર્ગ પરના નડતરરૂપ દબાણો દૂર કરી કાટમાળ ટ્રેક્ટરોમાં ભરી સાફસફાઈ કરી હોવાનું પાટોત્સવના આયોજક રણછોડભાઈ પટેલ અને પાલિકાના વિજયભાઈ બારોટે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો