તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માણસાના મૃતક વકિલના પરિવારજનોને સહાય અર્પણ કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણસા| બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં સભ્ય વકિલનું કોઇ કારણસર મોત નિપજે તો તેના પરિવારને આર્થિક સહાય કરવામાં આવે છે. જે અંતર્ગત માણસા કોર્ટના એડવોકેટ સુનિલ ઓઝાનું માર્ગ અકસ્માતે મોત નિપજ્યું હોવાથી બાર કાન્સિલ દ્વારા રૂપિયા 3 લાખની સહાયનો ચેક સદ્દગત વકિલના પરિવારને આપ્યો હતો. જેમાં બાર કાઉન્સિલના સભ્ય કે.બી.વાઘેલા, માણસા બાર કાઉન્સિલના પ્રમુખ વાય.એન.જાની સહિત તમામ વકિલમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...