તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્ચના છેલ્લા સપ્તાહમાં ગરમીના કહેરના એંધાણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

માર્ચ મહિનાના આ તબક્કે ઉત્તર ગુજરાતમાં સામાન્ય રીતે ગરમીનો પારો 35 ડિગ્રીની આસપાસ રહેવો જોઇએ, તેની જગ્યાએ હજુ 4 થી 5 ડિગ્રી તાપમાન ઓછું રહ્યું છે. વારંવાર પલટતા વાતાવરણના કારણે માર્ચ મહિનો અડધો થવા આવ્યો છતાં બેવડી ઋતુનો દોર યથાવત રહ્યો છે. વેધર એક્સપર્ટોના મત્તે ચાલુ સાલે માર્ચના છેલ્લા સપ્તાહમાં ગરમીનો કહેર જોવા મળી શકે છે. જો કે, પારો 40 ડિગ્રીને પાર જાય તેવી શક્યતા ઘણી ઓછી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, માર્ચ મહિનાના આ તબક્કામાં ઉત્તર ગુજરાતનું મહત્તમ તાપમાન મુખ્યત્વે રીતે 35 ડિગ્રીની આસપાસ રહેવું જોઇએ. જેની સામે માત્ર 1 માર્ચના રોજ 34.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. છેલ્લા 13 દિવસમાં ઉત્તર ગુજરાતમાં બે વખત વરસાદી માહોલ બનતાં વાતાવરણની સ્થિરતા બગડતાં જોઇએ તેવી ગરમી પડી રહી નથી. આગામી 15 થી 17 માર્ચ સુધી વધુ એક વખત વાતાવરણ પલટાઇ શકે છે. જેના કારણે 20 માર્ચ સુધી પારો 35 ડિગ્રીને પાર નહી કરી શકે.

હજુ સામાન્ય કરતાં 4 થી 5 ડિગ્રી તાપમાન ઓછું

5 શહેરોનું તાપમાન

શહેર તાપમાન

મહેસાણા 29.6(+0.1)

પાટણ 29.6(+0.2)

ડીસા 30.0(+0.4)

ઇડર 31.0(+0.8)

મોડાસા 30.0(+0.5)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો