તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનપુરાની સુખાકારી માટે 21 દિવસ ઉભા રહી વ્રત કર્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડગામના માનપુરામાં ગામની સુખાકારી માટે શિવગીરી બાવજીએ 21 દિવસ ઉભા રહી વ્રત કર્યું હતું. ત્યારે 21 દિવસ પૂરા થતા નર્મદેશ્વર મહાદેવની પૂજા કરી ગ્રામજનોએ બાવજીનું સન્માન કર્યું હતું.

શિવગીરી બાવજીને ગામની સુખાકારી માટેનો મનમાં વિચાર આવતા તેમણે જમીન પર બેસવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ શિવરાત્રીના દિવસથી 21 દિવસ સુધી સતત ઉભા રહી 21 દિવસ મહાદેવની ભક્તિ કરી હતી. ત્યારે શુક્રવારે શિવગીરીને 21 દિવસ પૂરા થતા ગ્રામજનો દ્વારા નર્મદેશ્વરને અભિષેકની પૂજા અર્ચના કરી શીવગીરી મહતનું સન્માન કરી ફૂલહાર પહેરાવી, શાલ ઓઢાડી તેમના વ્રતનું સમાપન કર્યું હતું. આ પ્રસંગે યશવંત ગીરીબાપુ, નાગર પૂરાના ગાદીપતિ અરવિંદગીરી બાપુ, પીતાંબરભાઇ પ્રજાપતિ, દિલીપભાઈ પંચાલ, અશોકભાઈ પંચાલ, સહિત ઉપસ્થિત રહ્યા હતા.

21 દિવસ પૂરા થતા ગ્રામજનોએ બાવજીનું સન્માન કર્યું

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો