લણવામાં પાટણવાડા ઔ. સ. બ્રહ્મ સમાજ આયોજિત ૩૩મો સમૂહ લગ્ન સમારોહ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચાણસ્મા તાલુકાના લણવા ખાતે પાટણવાડા ઔદિચય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજનો ૩૩મો સમૂહ લગ્નોત્સવ શુક્રવારે દાતા રાવલ પિનાકીનભાઈ વિશ્વનાથ પરિવારના યજમાન પદે ધામધૂમથી યોજાયો હતો. જેમાં ૨૩ નવયુગલોએ અગ્નિનારાયણની સાક્ષીએ અને નાત ગંગાની ઉપસ્થિતિમાં પાણિગ્રહણ કરી સાંસારિક જીવનનો શુભારંભ કર્યો હતો. અા પ્રસંગે 40 બટુકોને યજ્ઞોપવિત પ્રદાન કરવામાં અાવી હતી.

સમગ્ર પાટણવાડા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં પરિવારોની હાજરીમાં અાનંદોલ્લાસભેર સમૂહ લગ્નોત્સવ ઉજવાયો હતો જેમાં સ્વ. મફતલાલ દલસુખરામ રાવલ પરિવારે ભોજનદાતા તરીકે લ્હાવો લીધો હતો .સમાજના દાતાઓ દ્વારા નવયુગલોને રાચરચીલા ની દાન ભેટની સખાવત કરાઈ હતી. આ પ્રસંગે સમાજ દ્વારા ભોજન દાતા સહિત ના સહયોગી દાતાઓ ને સન્માનિત કરવામાં આવ્યા હતા. મહત્વની વાત અે હતી કે સમાજના પ્રમુખે તેમની દિકરીના લગ્ન પણ સમુહલગ્નમાં કરીને અા તેમજ અન્ય સમાજના સાધનસંપન્ન અાગેવાનો હોદ્દેદારોને દ્રષ્ટાંત પુરૂ પાડ્યું હતું.આ પ્રસંગે પાટણવાડા ઔ બ્ર સમાજ ના પ્રમુખ પિનાકીન પ્રસાદ રાવલ ,સમારંભ ના અધ્યક્ષ નિર્મલાબેન પિનાકીનપ્રસાદ રાવલ , રસિકલાલ રાવલ, ચીનુપ્રસાદ દવે સહિત સમાજના અગ્રણીઓ બ્રહ્મ બંધુઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

23નવયુગલો પ્રભુતા માં પ્રગરવ માંડી સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો, 40 બટુકો ના ઉપનયન સંસ્કાર યોજાયા

અન્ય સમાચારો પણ છે...