તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હરસોલ જૂથ પ્રા. શાળામાં રૂમના પતરાં તૂટી ગયા અને દીવાલોમાં તિરાડો પડી ગઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુંસરી-તલોદ | તલોદ તાલુકાના હરસોલ પ્રાથમિક શાળા પ્રાથમિક સુવિધાથી વંચિત શાળા જર્જરિત હાલતમાં જેથી તેમજ રૂમની ઉપરના પતરા તૂટી ગયા અને છત પણ તૂટી ગયેલ છે. આથી નીચે ભણતા વિદ્યાર્થી પર ક્યારેક દુર્ઘટના સર્જાય તેવી સ્થિતિ થઈ ગઈ છે. આના લીધે વાલીઓમાં ભારે આક્રોશ થયો છે. શાળામાં રહેલા કોમ્પ્યુટર વારંવાર બંધ થઈ જતા હોય અભ્યાસ ઓછો થઈ રહ્યો હોય તેવું વાલીઓને લાગી રહ્યું છે તેમજ શાળાની પાછળ માં ખુલ્લી જગ્યામાં કાંટાવાળી જગ્યા સાફ કરાવવાની વાલીઓ ની માંગ છે. આ અંગે શાળાના આચાર્ય અતુલભાઇ પટેલ સંપર્ક કરતાં તેઓ જણાવ્યું અધિકારીઓને વારંવાર લેખિત અરજી આલી હોવા છતાં કોઈ કામ થતું નથી. તસવીર કલ્પેશ જોષી- પ્રતિક વ્યાસ

અન્ય સમાચારો પણ છે...