હારીજ : હારીજ ચાર રસ્તા પર બજારમાં પ્રવેશ કરતાજ ભૂગર્ભ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હારીજ : હારીજ ચાર રસ્તા પર બજારમાં પ્રવેશ કરતાજ ભૂગર્ભ ગટર વારંવાર ઉભરાતા લોકોને ગંદા પાંણીમા અવર જ્વર કરવી પડતી હોઇ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.ગટરના ગંદા પાણી ચાર રસ્તા પરથી વહેતા થયા હતાં.નગરમા પ્રવેશ કરતા લોકો સતત વહેતા જતા પાણીમાં અવર-જવર કરતા પરેશાન થઈ ગયા હતા અવાર નવાર આજ જગ્યા પર ગટરના પાણી ઉભરાતા ગંદા પાણી રાધનપુર હાઇવે બાજુની દુકાનો આગળ પાણી ભરાઈ જતા આજુબાજુના વેપારીયો પણ પરેશાન થયાં છે.તાકીદે ગંદા પાણી બંધ કરવામાં આવે તેવુ લોકો ઈચ્છી રહ્યા હતા.બે દિવસ પહેલા પણ પાણી ઉભરાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...