તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હારીજ તાલુકામા 2 મી.મી.કમોસમી વરસાદ પડ્યો હતો.જેના કારણે પિયત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

હારીજ તાલુકામા 2 મી.મી.કમોસમી વરસાદ પડ્યો હતો.જેના કારણે પિયત ઘઉં મોટા પ્રમાણમાં જમીનદોસ્ત થઈ ગયા હતાં.દિવેલા ના ઝૂમખાંઓ કાપણી કરીને ઢગ પડ્યા હતાં તે ભેજાઇ જવાથી કાળા થઈ જતા કિસાનોને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.માવઠા સાથે વાવાઝોડું આવતા તાલુકાના જમણપૂર,ગોવના,બૉરતવાડા,જુનામાકા,કલાણા , જાસ્કા,કૂકરાણા,નાણાં જેવા અનેક ગામોમા ઘઉં મોટા પ્રમાણમા જમીન દોસ્ત થયાં છે.જ્યાર જીરું કાળું પડવા લાગ્યું છે.પશુપાલકોનો ઘાસચારો પણ જમીનદોસ્ત થયો છે.

જમણપૂરના ખુમાનસંગ વાઘેલાના જણાવ્યા મુજબ માવઠા અને પવન થી ઘઉંનો પાક જમીન પર સુઈ ગયો છે જેના કારણે ઉત્પાદનમા 30 થી 40 ટકાનો ફટકો પડ્યો છે.જ્યારે દિવેલાના ઢગ પડ્યાં હોવાથી પાણીના ભેજના કારણે દાણો કાળો પડી જાય છે.જેના કારણે ભાવમાં મોટો ફટકો પડે છે.

દાતરવાડાના બલાજી ઠાકોરના જણાવ્યા મુજબ મારે બે વિઘા વરિયાળી હતી જેના દાણા થવાની તૈયારી હતી.અને પવન અને માવઠાના કારણે વરિયાળીના છોડ પર આવેલા ફુલ ગરી પડતા નુકશાન થયેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો