તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણામાં અડધો,કડીમાં 10 મિનિટમાં ધોધમાર એક ઈંચ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અરબી સમુદ્રમાં રહેલા વાયુ વાવાઝોડાની અસરના કારણે શનિવારે બપોરે મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં છુટાંછવાયાં ઝાપટાંથી લઇ એક ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. મહેસાણા અને વિસનગરમાં અડધો ઇંચ તો કડીમાં 10 મિનિટમાં ધોધમાર એક ઈંચ વરસ્યો હતો. તલોદ અને સરસ્વતી તાલુકામાં પણ ભારે પવન સાથે 1 ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. ઊંઝા, ખેરાલુ, બહુચરાજીમાં પોણા ઇંચ સુધીનાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં.

કડી પંથકમાં છેલ્લા બે દિવસથી વાદળછાયુ વાતાવરણ થતાં ગરમીમાં આંશિક ઘટાડો થયો હતો. શનિવારે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન સાથે હળવું વરસાદી ઝાપટું પડ્યું હતું. ત્યારબાદ બપોરે 3:20 મિનિટે ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જેની તીવ્રતાએ લોકોના હાજા ગગડાવી દીધા હતા. માત્ર 10 મિનિટમાં 23 મીમી વરસાદ પડતાં નીચાણવાળા ભાગોમાં વરસાદી પાણી ભરાઈ રહેતાં વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ ઉઠ્યા હતા. શહેરના ભાઉપરા, ટાઉનહોલ રોડ, દેત્રોજ રોડ, નાનીકડી રોડ, કરણનગર રોડ પર વરસાદી પાણી ભરાઈ જતાં પાલિકાના કર્મચારીઓએ પાણી નિકાલ માટે જહેમત ઉઠાવી હતી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અાગામી 19 જૂન સુધી ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે. જેમાં 18 જૂને પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં અઢી ઇંચથી લઇ સાડા ચાર ઇંચ સુધીના ભારે વરસાદની આગાહી છે.

કડી : કરણનગર રોડ

મહેસાણા : હીરાનગર

ઉ.ગુ.માં વરસાદ (મીમી)
તાલુકો વરસાદ

કડી 23

તલોદ 22

સરસ્વતી 22

પાટણ 19

વિસનગર 13

સુઇગામ 13

થરાદ 13

તાલુકો વરસાદ

મહેસાણા 10

ખેરાલુ 05

પ્રાંતિજ 05

ઊંઝા 04

ચાણસ્મા 03

બહુચરાજી 02

હિંમતનગર 02

વરસાદની આગાહી
16 જૂન : છુટાંછવાયા વરસાદની સ્થિતિ યથાવત રહી શકે છે.

17 જૂન: સામાન્યથી લઇ અઢી ઇંચ સુધી વરસાદની શક્યતા. બનાસકાંઠા-સાબરકાંઠા જિલ્લામાં વરસાદનું જોર વધુ રહી શકે છે.

18 જૂન : પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં અઢી ઇંચથી લઇ સાડા ચાર ઇંચ સુધીનો વરસાદ, જ્યારે અન્ય મહેસાણા અને અરવલ્લીમાં સામાન્ય વરસાદ સાર્વત્રિક રહી શકે છે.

19 જૂન: સામાન્યથી લઇ અઢી ઇંચ સુધી વરસાદ શક્યતા સાથે બનાસકાંઠા-સાબરકાંઠા જિલ્લામાં વરસાદનું જોર વધુ રહી શકે છે.

અન્ય સમાચારો પણ છે...