તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શામપુરામાં બળદગાડામાંથી પટકાતા આધેડનંુ મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા તાલુકાના શામપુરના રામાજી ઉદાજી ચૌહાણ ઉવ.60 પોતાના ઘરેથી બળદગાડુ લઇ ગામની સીમમાં આવેલી પોતાની જમીન તરફ જઇ રહ્યા હતા. દરમિયાન ખેતર પાસેથી કૂવા નજીકથી બળદગાડુ લઇ ને પસાર થતા હતા. ત્યારે અચાનક બળદગાડા માથી નીચે પડી જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા આજુબાજુથી લોકો દોડી આવી 108 ની મદદ થી મેઢામણ સી.એચ.સી.માં સારવાર માટે લઇ જવાના હતા. પરંતુ માંથાના ભાગે ગંભીર ઇજાના કારેણે કરૂણ મોત નિપજ્યુ હતુ.આ અંગે ભગતસિંહ રામસિંહ ચૌહાણે મોડાસા રૂરલ પોલીસને જાણ કરતાં પોલીસે અકાસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...