તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પુરો પાડવામાં ગુજરાત દેશમાં મોખરે : મંત્રી વાસણ આહીર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મુકામે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના પ્રમુખ ભરતભાઇ પંડ્યાના અધ્યક્ષસ્થાને સંઘનું 26મું મહાઅધિવેશન યોજાયું હતું. આ પ્રસંગે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ રાજ્ય મંત્રી વાસણભાઇ આહીરે જણાવ્યું કે, ‘ભૂતકાળમાં નુકશાન કરતો ઉર્જા વિભાગ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નિર્ણય અને વિદ્યુત કામદારોની મહેનત, પુરૂષાર્થને લીધે ઉર્જા વિભાગ આજે ઉર્જાવાન બન્યો છે.કચ્છ, બનાસકાંઠા-પાટણ જિલ્લાને અડીને આવેલી પાકિસ્તાન સરહદ પર આપણી રક્ષા કરતા સુરક્ષા જવાનોને વીજળી, પાણી મળે તેની વ્યવસ્થા આ સરકારે કરી છે. ગુજરાતને મોડેલ સ્ટેટ બનાવવામાં ઉર્જા વિભાગનું મહત્વનું યોગદાન છે. સાતત્યપૂર્ણ વીજપુરવઠો પુરો પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે છે.’

આ પ્રસંગે સંઘના પ્રમુખ ભરતભાઇ પંડ્યાએ જણાવ્યું હતું કે, ‘ગુજરાતને દેશ-વિદેશમાં મોડેલ સ્ટેટ તરીકે પ્રસ્થાપિત કરવામાં આ વિભાગનો સિંહફાળો છે. બનાસકાંઠા જિલ્લામાં વર્ષ-2017માં આવેલા પૂરના સમયે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પાંચ દિવસ બનાસકાંઠામાં રોકાઇ પરિસ્થિતિને પૂર્વવત કરવા માર્ગદર્શન આપી રહ્યા હતાં તે સમયે ઉર્જા વિભાગના કર્મચારીઓએ ખૂબ જ સરાહનીય કામગીરી કરી હતી.’ આ પ્રસંગે યુ.જી.વી.સી.એલ.ના મુખ્ય ઇજનેર પી.પી.પંડ્યા, મધ્ય ગુજરાતના મુખ્ય ઇજનેર સ્વાતિબેન, અધિક મુખ્ય ઇજનેર એલ.એ.ગઢવી, બી.એમ.શાહ, જેટકોના વી.ટી.પરમાર, અધિક્ષક ઇજનેર ગિરીશભાઇ પટેલ અને એલ.એફ.ડાભી, સંઘના ઉપપ્રમુખ સુમનભાઇ પટેલ, ગજેન્દ્ર ભટ્ટ, રતનસિંહ ચૌહાણ, ચેતન મહેતા, વિરેન મહેતા સહિત રાજ્યભરના વીજ કંપનીઓના કામદારો ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો