તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞની સફળતાના સારથીઓનું સંસ્થાન દ્વારા અભિવાદન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઊંઝામાં કડવા પાટીદારોનાં કુળદેવી ઉમિયા માતાજીના સાનિધ્યમાં ગત 18થી 22 ડિસેમ્બરે યોજાયેલા લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવને રંગેચંગે પૂર્ણ કરવામાં તેમજ દર્શનાર્થીઓના વિશાળ સમૂહની વ્યવસ્થા માટે 45 કમિટીઓના હોદ્દેદારો તેમજ સ્વયંસેવકોએ નિષ્ઠાપૂર્વક અને નિ:સ્વાર્થભાવે ઉત્કૃષ્ટ સેવા આપી હતી. મા ઉમા સેવકોની આ કામગીરીને બિરદાવવા રવિવારે મા ઉમા સેવક અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં લક્ષચંડી મહાયજ્ઞ સ્વયં સેવકોની અથાગ મહેનતથી સફળતા પામ્યો હોવાનું જણાવ્યું હતું.

લક્ષચંડી મહાયજ્ઞ સ્થળ ઉમિયાનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં તમામ કમિટીઓના હોદ્દેદારો, કારોબારી સભ્યો, 108 કુંડના યજમાનો તેમજ સ્વયંસેવકોનું સમાજના આગેવાનોના હસ્તે બહુમાન કરાયું હતું.

સમારોહના આરંભે મા ઉમાના જયજયકાર વચ્ચે ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ મણિભાઇ મમ્મી સહિતના હસ્તે દીપ પ્રાગટય કરાયું હતું. સંસ્થાનના મંત્રી દિલીપભાઈ નેતાજી, મહોત્સવના ચેરમેન બાબુભાઇ પટેલ, પ્રોજેક્ટ ચેરમેન મહેન્દ્રભાઈ પટેલ (IAS), લક્ષચંડી મહાયજ્ઞના મુખ્ય યજમાન ગોવિંદભાઇ વરમોરા, અરવિંદભાઇ પટેલ સહિતના હોદ્દેદારો હાજર હતા.

ઊંઝા ઉમિયાનગરમાં લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં નિષ્ઠાપૂર્વક સેવા બજાવનાર મા ઉમા સેવકોનો અભિવાદન સમારોહ યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો