તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિદ્ધપુરમાં ધૂળેટી પર્વે ગામ ધણી ગોવિંદરાયજી માધવરાયજી નગરમાં રંગોત્સવ જોવા નીકળ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સિદ્ધપુરની બીજી પરંપરા પ્રમાણે ગાયકવાડી સરકારના સમયથી સિધ્ધપુર મહાજનના સદસ્યો તેમજ ગામના અગ્રણી લોકો સવારે 11 વાગ્યાના સુમારે મોટી માત્રામાં ગામવાસીઓ ધર્મ ચકલા ખાતે ધર્મ ધજા લઈને ગામના રાજમાર્ગો ઉપર ઢોલ-નગારાના તાલે ફરી જુની વહોરવાડમાં આવેલ છબીલા હનુમાન દાદાના મંદિરે તે ધજાને ચઢાવવામાં આવે છે આ ને ઝેર કહેવામાં આવે છે .જેર જ્યારે ગામના રાજમાર્ગોપર ધર્મ ધજા લઈને પરત છબીલા હનુમાન દાદાના મંદિરે આવે ત્યાં દાદાએ ધજા ચડાવે ત્યારે સવારની ધુળેટી પૂરી થઇ તેમ કહેવાય છે.

સિદ્ધપુરના ધણી ગોવિંદરાયજી માધવરાયજી શહેરમાં ધૂળેટી પર્વ મનાવવા માટે નગરચર્યાએ પાલખીમાં સવાર થઈ નિજ મંદિરેથી પહેલા મંડીબજાર ચોકમાં બિરાજેલ રણછોડરાયજી ને મળે છે અને તેમને સાથે જોડે છે.અલવાના ચકલાથી પટેલ લોકના મહોલ્લામાં બિરાજેલ સિધ્ધનાથ મહાદેવ ના મંદિરે હરિ હર નુ મિલન યોજાય છે.ત્યારબાદ અલવાના ચકલાએ થી થઈને પથ્થર પોળ લક્ષ્મીનારાયણને ત્રણે દેવો મળે છે આ મિલન નું દ્રશ્ય અલૌકિક હોય છે.રાજ માર્ગો ઉપર દરેક ચોકે અને ચકલે ગોવિંદરાયજી માધવરાયજી અને રણછોડરાયજીનું સ્વાગત થાય છે આરતી ઉતારાય છે ફુલહાર પહેરાવાય છે.રાત્રે ગોવિંદરાયજી માધવરાયજીના નીજ મંદિરે પહોંચી અબીલ-ગુલાલ છાંટી મહા આરતી આરતી ઉતારાય છે.આ મંદિર તરફથી દરેકને પ્રસાદ આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો