વિસનગરમાં મહિલાના ગળામાંથી સોનાના દોરા અને કંઠીની લૂંટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર શહેરની શ્રવણશેરીમાં રહેતી મહિલા પતિ સાથે અેક્ટીવા ઉપર કડા રોડ ઉપર જમણવારમાં જઇ રહી હતી તે દરમિયાન કાળા કલરનું બાઇક લઇને અાવેલ બે શખ્સો મહિલાના ગળામાંથી સોનાનો દોરો અને સોનાની કંઠી મળી 1.05 લાખની મત્તાની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા.

શહેરની શ્રવણશેરીમાં રહેતા સુશીલાબેન તેમના પરિવારજનો સાથે રવિવારના રોજ અગિયાર વાગ્યે ઉમિયા પાર્ટી પ્લોટમાં જમવા જવા નીકળ્યા હતા જેમાં સુશીલાબેન તેમના પતિ કાન્તિલાલની પાછળ અેક્ટીવા ઉપર જઇ રહ્યા હતા તે દરમિયાન દિપરા દરવાજા ઢાળમાં અાવેલ હોઝ નજીક કાળા કલરનું નંબર વગરનું બાઇક લઇને અાવેલ બે શખ્સોઅે સુશીલાબેનના ગળામાં રહેલ સોનાનો દોરો અને સોનાની કંઠી ખેચી બાઇક ભગાવી ફરાર થઇ ગયા હતા. હતપ્રત થઇ ગયેલ સુશીલાબેને અા બનાવ અંગે વિસનગર પોલીસ મથકે ફરિયાદ અાપતાં પોલીસે બે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...