તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તરાયણના દિને કરેલું ગૌદાન સો ગણું પૂણ્ય આપે છે : પપ્પુ ધનેશ્વરભા શાસ્ત્રી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
દિયોદર ગજાનંદ ગૌશાળા ખાતે યોજાઇ રહેલ શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞના પાંચમા દિવસે કથાનું મધુર રસપાન કરાવતા પપ્પુ ધનેશ્વરભાઇ શાસ્ત્રીએ શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞમાં શિવજીની અલૌકિક શક્તિ વિશે વર્ણવ્યું હતું. તેમજ ભગવાન શિવજીની ભક્તિ શિવલિંગ નિયતના શિવજીના વિવિધ અભિષેક વગેરે વર્ણવી શિવ પુરાણનો મહિમા વર્ણવ્યો હતો. પ્રભુ શિવ આધ્યાત્મક દેવ તરીકે સૃષ્ટિના મહાદેવ તરીકે પૂજાઇ રહ્યા છે તે વર્ણવી શિવ-પાર્વતીની અનન્ય ભક્તિ વિશે મહિમા વર્ણવ્યો હતો. શિવની આરાધનાથી થતા લાભો-શિવભક્તિથી જોડાયેલા ભક્તોની સમૃદ્ધિ વિશે વર્ણવ્યું હતું. ગૌસેવાના લાભાર્થે યોજાઇ રહેલ શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞના સંદર્ભે ઉત્તરાયણના દિવસે કરેલું દાન એ સો ગણું પુણ્ય આપનાર ફળ છે તેમ વર્ણવી કથા દરમિયાન દાતાઓનું સન્માન કરાયું હતું. તેમજ ગૌ સેવામાં શ્રમદાન કરનાર સેવકોનું ભગવાન પૂણ્ય ફળ આપે છે તેવું વર્ણન હતું.

ગૌમાતાના વિવિધ ફાયદાઓ વિશે વર્ણન કરવામાં આવ્યું હતું. ગૌમૂત્ર, છાણ, ગાયનું દૂધ વગેરે અનેક રોગોમાં ખૂબ જ ઉપયોગી છે તેમજ સજીવ ખેતી દરમિયાન ગૌમૂત્ર છાણનો ઉપયોગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો