તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઊંઝા એપીએમસીના ચેરમેન ગાૈરાંગ પટેલ મતદાન નહીં કરી શકે: હાઇકોર્ટ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઊંઝા એપીએમસીમાં સહકાર વિભાગ દ્વારા 539 મતદારોને રદ કરવા મામલે વેપારીઓએ કરેલી અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. તેમજ હાઇકોર્ટે ચેરમેન ગૌરાંગ પટેલ પર મતદાન કરવા માટે મનાઇ ફરમાવી દીધી છે. હાઇકોર્ટના આ આદેશના કારણે ચેરમેન ગૌરાંગ પટેલ અને તેમના જૂથને મોટો ફટકો પડયો છે.

ઊંઝા એપીએમસીની ચૂંટણીની આખરી મતદાર યાદી જાહેર કરાઇ છે. જેમાં ગૌરાંગ પટેલ જૂથ દ્વારા કરેલા વાંધાને બિલકુલ ધ્યાને લેવામાં આવ્યા નથી. મતદારોની આખરી યાદીમાં ખેડૂતોની 20 મંડળીઓ અને 313 મતદારોનો સમાવેશ છે. ખેડૂત વિભાગની 21 મંડળીઓ રદ કરાઇ છે. કુલ 1631 મતદારો હતા. જેમાં 653 મતદારોને રદ કરાયા છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલના પુત્ર ગૌરાંગ પટેલના જૂથના સભ્યો દ્વારા હાઇકોર્ટમાં અરજી કરી મતદાન કરવા દાદ માંગી હતી. મતદાર યાદીમાંથી તેમનું નામ સહકાર વિભાગે કાઢી નાખવાનો નિર્ણય લીધો હતો. જેમાં એવો પણ આક્ષેપ કરાયો હતો કે ભાજપના પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલ તેમના સગા દિનેશ પટેલને એપીએમસીના ચેરમેન બનાવવા માંગે છે અને દિનેશ પટેલ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આશા પટેલના સમર્થક છે. ઉલ્લેખનીય છે કે, આશા પટેલ તાજેતરમાં જ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયાં છે. ઊંઝા એપીએમસીની 8 મી માર્ચના રોજ યોજાનારી ચૂંટણીમાં ભાજપના બે જૂથો વચ્ચે જંગ ખેલાઇ રહ્યો છે.

રજિસ્ટ્રારે વાંધાનો નિકાલ કરી આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરી
મહેસાણા | ઊંઝા એપીએમસીની મતદાર યાદીમાં ખેડૂત વિભાગમાં 20 મંડળીના 313 મતદારો તેમજ વેપારી વિભાગમાં 1631 મતદારો બીજી યાદીમાં રહ્યા હતા. જ્યારે સહકારી ખરીદ વેચાણ વિભાગની તમામ ત્રણ મંડળીઓ અને 38 મતદાર કમી કરી દેવાયા હતા. જેમાં ખેડૂત વિભાગમાં સિદ્ધપુરની ચંદ્રાવતી સેવા સહકારી મંડળી તેમજ ઊંઝા તાલુકાની ખટાસણા સેવા સહકારી મંડળીનો ઉમેરો કરી બીજી મતદાર યાદી પ્રસિદ્ધ કર્યા પછી બંને મંડળીઓ સામે એક-એક મળી કુલ બે વાંધા આવ્યા હતા. જેમાં સુનાવણી યોજી જિલ્લા સહકાર અધિકારી (બજાર) (અનુસંધાન પાન-2)

રાજુભાઇ સાધુ દ્વારા બંને વાંધાનો નિકાલ કરાયો હતો અને બંને મંડળીઓ ગ્રાહ્ય રાખી આખરી મતદાર યાદીમાં સમાવેશ યથાવત રખાયો છે. આ બે મંડળી અંગે અધિકૃત અધિકારી રાજુભાઇ સાધુએ કહ્યું કે, ચંદ્રાવતી 26 ગામના કાર્ય વિસ્તારમાં આવે છે તેમ ખટાસણા મંડળીના મામલામાં અધિક રજીસ્ટ્રારે અપીલ સામે મનાઇહુકમ આપેલો હોઇ તે અંગે જવાબ આપીને બંને મંડળીઓ માન્ય રખાઇ છે અને વાંધાનો નિકાલ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો