તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રાચીન કાળથી વિજયનગરમાં હોળી બાદ ભરાતો ઘેર મેળો ભૂલાઇ ગયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વિજયનગર રાજ્યની સ્થાપના બાદ રાજા પ્રજા વચ્ચેના સેતુ સમો હોળી બાદ ભરાતો ઘેરમેળો હવે ઇતિહાસ બની ગયો છે. વર્ષો પૂર્વે વિજયનગર રજવાડાના 25 ગામના લોકો ગોઠ ઉઘરાવવા ઢોલ કુંડી અને લેઝીમના તાલે વિજયનગર આવતા અને દરબાર ગઢના ચોકમાં 500 થી વધુ યુવાઅો આનંદ મનાવતા હતા. દરમિયાનમાં એક યુવકની હત્યા બાદ સુરક્ષાના બહાના હેઠળ આ પરંપરા ઇતિહાસ બનવા પામી છે.

આ અંગે ભરતભાઇ નગારચી, ઉમેદસિંહ ચૌહાણના જણાવ્યાનુસાર પ્રાચીન કાળથી વિજયનગરની લોકપરંપરાઓમાં રાજસ્થાની રૂઢિ સંસ્કૃતિ અને રિવાજો વણાયેલા છે. જેમાં રાજ્યના સ્થાપના કાળથી જ હોળી બાદ વિજયનગર માં ઘેર મેળો ભરાતો જેમાં રાજ્યના ગામોના મુખીઓ આગેવાનો હોળીના તહેવારનો આંનદ મનાવવા અને પોતાના ગ્રાહકો પાસે ગોઠ ઉઘરાવવા માટે ઢોલ કુંડી અને લેઝીમ લઈ નાચતા કૂદતા વિજયનગર આવતા જ્યાં વિજયનગર રાજાના દરબારગઢ ચોકમાં મહારાવ પોતાનો દરબાર ભરતા અને તેમની ઉપસ્થિતિમાં ગામે ગામ થી આવેલા આદિવાસી યુવક યુવતીઓ ઘેર રમતા જેઓને રાજા તરફથી રોકડ રકમ અને ખજૂર ઇનામ આપવામાં આવતું હતુ. કેટલાક વર્ષ અગાઉ ઘેરમેળામાં નવાગામના યુવકની હત્યા થતા આ પરંપરા હવે ઇતિહાસ બની છે આ ઘેરમેળો મહારાવ દ્વારા શરૂ થયો હતો જેને પોલીસ રક્ષણ હેઠળ પુનઃ શરૂ કરવા વિજયનગર મહારાવ હર્ષવર્ધન સિંઘજીએ પણ વખતો વખત વહીવટી તંત્રને જાણ કરવા છતાં સુરક્ષાનું બહાનું બતાવી તંત્ર દ્વારા મંજૂરી અપાતી નથી.

સુરક્ષાના બહાના હેઠળ પ્રાચીન પરંપરા લુપ્ત થવાના આરે


હિંમતનગર RTO સર્કલ પાસે CCTVમાં આગ

હિંમતનગર| હિંમતનગરના આર.ટી.ઓ.સર્કલ પાસે લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરામાં શુક્રવારે આગ લાગી હતી. કેમેરામાં આગ લાગતા લોકો પણ અચરજમાં મૂકાયા હતા. સર્કલ પાસેથી પસાર થતા લોકોએ આ ઘટનાને કેમેરામાં કેદ કરી વીડિયો વાઈરલ કર્યા હતો. }મુનીર મનસુરી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો