તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે બંધણામાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગર : ભારત વિકાસ પરિષદ પાલડી અમદાવાદ શાખા દ્વારા આજે બંધાણા પ્રાથમિક શાળામાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં અમદાવાદના ડો. જીવરાજ મેહતા હોસ્પિટલના ડાયરેક્ટર ડો. પરેશભાઈ પરીખ (ફીજીશીયન ), આંખના નિષ્ણાંત ડૉ. સ્વપ્નિલભાઈ જોશી, દાંતના નિષ્ણાંત ડૉ. તન્વી શુકલા, બાળરોગ નિષ્ણાંત ડૉ. જગન મજુમદાર પોતાની નિઃશુલ્ક સેવાઓ આપશે. આ સાથે જ આ કેમ્પમાં સારવાર માટે આવનારા દર્દીઓની હિમોગ્લોબીન, ડાયાબિટીસ, હૃદય રોગની શારીરિક તપાસ બાદ સંસ્થા દ્વારા એક મહિનાની નિઃશુલ્ક દવાઓ પણ વિતરણ કરવામાં આવશે જેને સફળ બનાવવા ભારત વિકાસ પરિષદના ભરતભાઈ મોદી, પારૂલબેન પરીખ, મનોજભાઈ જોશી કેમ્પની સફળતા માટે આજુબાજુના ગામડાઓમાં પ્રચાર પ્રસાર દ્વારા જહેમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...