તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડીસાની બનાસ નદીમાંથી રોયલ્ટી ચોરી કરતાં ચાર ડમ્પર ઝડપાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખાણ અને ખનિજ વિભાગ પાલનપુર દ્વારા ડીસાના ભડથ અને તાલેપુરા રોડ પરથી રોયલ્ટી ચોરી કરી જતાં ચાર ડમ્પરોને ઝડપી 80 લાખ ઉપરાંતનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાયવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા જીલ્લા ભૂસ્તરશાસ્ત્રી સુભાષ ત્રિવેદીની સૂચનાના આધારે ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓએ ગુરૂવારે બપોરે ડીસાની બનાસ નદીમાંથી રોયલ્ટી ચોરી કરતાં વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમિયાન ડીસા તાલુકાના ભડથ અને તાલેપુરા રોડ પરથી ખનીજચોરી કરતા જીજે-08-ઝેડ- 4432, જીજે-08-એયુ-6757, જીજે-08-વાય-8725 અને આરજે-16-જીએ-3567 નંબરના ડમ્પર ઝડપી પાડયા હતા. ખાણ અને ખનીજ વિભાગે ચારેય ડમ્પરને ડીસા તાલુકા પોલીસ મથકે લાવવામાં આવ્યાં હતાં. ખાણ અને ખનીજ વિભાગે રૂપિયા 80 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે સાતેક લાખ રૂપિયાની દંડ વસુલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

ખાણ અને ખનીજ વિભાગ દ્વારા રૂપિયા 80 લાખ ઉપરાંતનો મુદામાલ જપ્ત કર્યો

અન્ય સમાચારો પણ છે...