તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રેલરમાંથી ભારેખમ પથ્થર કાર પર પડતાં ચાર કચડાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાંતલપુરથી 6 કીમી દૂર બાબરા નજીક સિમેન્ટના પથ્થર બ્લોક ભરીને આવી રહેલ ટ્રેલર ચાલકે હાઇવે પર અાગળ રાધનપુર તરફ જઇ રહેલ ઈકો ગાડીને પાછળથી ટક્કર મારતા સાંજે 4 કલાકના સુમારે ભીષણ અકસ્માત સર્જાયો હતો. જેમા ટ્રેલરની ટક્કર લાગતા તે નાળા સાથે ટકરાઇ હતી. બાદમા ટ્રેલરનો અાગળનો ભાગ છૂટો પડી નાળાને ભટકાઇ ગયો હતો. પાછળનો પથ્થર ભરેલ ભાગ ઇકો ગાડી પર ચડી જતા તેમા રહેલા ચારથી પાંચ જેટલા પથ્થર બ્લોક ઇકો પર પડ્યા બાદ ચોકડીમા ઉથલી પડયો હતો. ઘટનામાં ગાડીના ફુરચા નિકળી ગયા હતા જ્યારે તેમા સવાર પર ગામના બે ખેડૂતો અને રાધનપુરના મજુર અને તેમના પાચ વર્ષના પુત્રના પથ્થરના વજનથી ગાડીમાં જ કમકમાટી ભર્યા મોત થયા હતા . ઘટનાના પગલે ટ્રેલરના ચાલકનો ગાડી મૂકીને ફરાર થઇ ગયો હોવાનુ મનાય છે. ઘટનાની જાણ થતા 108 અને પોલીસ સહીત લોકોના ટોળાએ દોડી જઇ ચારેય મૃતકોના મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે મોકલ્યા હતા.

સાંતલપુરના પર ગામના બે ખેડૂતો કિરીટસિંહ ચેનજી જાડેજા (ઉ.વ.36)અને સંજયસિંહ નરપતસિંહ જાડેજા (ઉ.વ.18) તેમના ભાગીયા વિરમભાઈ અમરશીભાઈ ઠાકોર(ઉ.વ.35) અને તેમના તેમના પુત્ર જયરામભાઈ વિરમભાઈ (ઉ.વ.5)ને તેમના ઘરે કામ હોઇ રાધનપુરના રામનગર ખાતે ઉતારવા માટે ઇકો ગાડી (જીજે 24 અેઅેફ 4503)માં જઈ રહ્યા હતા ત્યારે પાછળથી ગાંધીધામથી સિમેન્ટના પથ્થર બ્લોક લોખંડની પેટીઓમાં ભરેલા લઇ અાવી રહેલ ટ્રેલરના ચાલકે અચાનક ઇકોને પાછળથી ટક્કર મારતા તે બાજુમાં આવેલ નાળા સાથે અથડાઇ ગયુ હતુ અને ટ્રેલરમાં ભરેલ પથ્થર ખુબ જ વજન વાળા હોઇ પાછળનો ભાગ ગાડીથી છૂટો પડી પથ્થર સાથે ઇકો પર પડતા ઇકો ગાડીના ભુકા થઇ ગયા હતા. અને તેમાં સવાર ચારેય ઇસમોના અંદર દબાઈ જવાથી કરૂણ મોત થયા હતા.ગમખ્વાર અકસ્માતના પગલે પસાર થતા વાહન ચાલકો સહીત લોકો દોડી આવ્યા હતા. મારના ભયથી ટ્રેલર ચાલક ફરાર થઇ ગયો હતો અને આ મામલે પોલીસને જાણ થતા પોલીસ દોડી આવી મૃતક ઈસમોને ગાડીમાંથી બહાર કાઢી તેમની ઓળખ કરી પરિવારને જાણ કરી હતી. પીઅેસઅાઇ અેસ.જે.પરમારે જણાવ્યુ કે ટ્રેલર ચાલક ફરાર થઇ ગયો છે.ગાડીના નંબર (અેમઅેચ 14 ટીસીઅેલ 213અે) આધારે ગુનો નોંધ્યો છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ નેશનલ હાઇવે પર પેટ્રોલિંગ કરતી ગાડીએ અકસ્માત જોતા તાત્કાલિક નેશનલ એમ્બ્યુલન્સને જાણ કરી હતી.

ધર્મેન્દ્રસિંહ જાડેજા(સાંતલપુર)

હું સાંતલપુરથી વારાહી કામ અર્થે જઈ રહ્યો હતો અને આગળ જ થોડા સમય પહેલાં ગમખ્વાર અકસ્માત સર્જાયેલો જોયો હતો. હુ તરત જ બસમાંથી ઉતરી અકસ્માત જોતા જ રૂવાટાં ઉભા થઇ જાય તેવા દ્રશ્યો હતા. ઇકો ગાડીમાં રહેલા ચાર જેટલા લોકો મોતને ભેટ્યા હતા. અને ઇકો ગાડીમાંથી લાશો કાઢવામાં આવી હતી અને 108 દ્વારા સાંતલપુર સિવિલ ખસેડવામાં આવી હતી. અકસ્માત થતાં પોલીસ દોડી આવી હતી અને હાઈવે પરથી ટ્રાફીક જામ દુર કરવા સહિતની કામગીરી હાથ ધરી હતી.


પિતા પુત્રનાં એક સાથે જ ઈકો ગાડીમાં મોત

અકસ્માતમાં રાધનપુરના ઠાકોર પરિવારના વિરમ ભાઈ(ઉ.35,રાધનપુર) અને તેમનો પાંચ વર્ષે નો પુત્ર જયરામ પણ સાથે હતો અને ગંભીર ઈજાઓ થતા ઈકો ગાડીની અંદર જ પિતા પુત્ર એક સાથે મોતને ભેટ્યા હતા.


ગરનાળાની પાળી ન હોત તો જીવ બચી ગયા હોત?

ટેલરે ટક્કર મારતા ઇકો નાળાને અથડાઈ જો રસ્તા પર આ નાળું ન હોટ તો ઇકો ટક્કરથી ફેંકાઈ સાઈડમાં ઝાડીઓમાં ધકેલાઈ ગઈ હોત અને ટેલર તેની ઉપર પડયુ હોટ નહીં જેથી ઇકો નો ભૂકો ન થતા કદાચ તેમના જીવ બચી શક્યા હોત તેવું સ્થાનિક ઉભેલા ડ્રાઇવરોએ જણાવ્યું હતું.


કંપારી છુટી જાય તેવો ભયંકર અકસ્માત હતો

ફર્સ્ટ પર્સન

મૃતક : સંજયસિંહ જાડેજા

મૃતક : કિરીટસિંહ જાડેજા

_photocaption_બાબરા નજીક ટ્રેલરની ટક્કરે ઈકો કારમાં સવાર ચાર મુસાફરોનાં કમકમાટીભર્યાં મોત નિપજ્યાં હતાં. એકઠા થયેલા લોકોએ કારમાં ફસાયેલા ચારેયનાં મૃતદેહોને ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા. } ભાસ્કર*photocaption*

અકસ્માતમાં કમનસીબ મૃતકો

વિરમભાઈ અમરશીભાઈ ઠાકોર ઉંમર વર્ષ ૩૫, રહે રાધનપુર), જયરામભાઈ વિરમભાઈ ઠાકોર (ઉંમર વર્ષ 5, રહે રાધનપુર), કિરીટસિંહ ચેનજી જાડેજા (ઉમર વર્ષ 36 ગામ-પર), સંજયસિંહ નરપતસિંહ જાડેજા (ઉંમર વર્ષ 18 ગામ-પર)

અકસ્માત સર્જી ટ્રેલરનો ચાલક ફરાર થઈ ગયો, પોલીસે મૃતકોની લાશને પીએમ માટે મોકલી આપી ટ્રેલરના નંબર આધારે ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
અન્ય સમાચારો પણ છે...