તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શામળાજી મેળામાં આયોજીત લોકસંપર્ક કાર્યક્રમ હેઠળ પ્લોગીંગ રનનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા : સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના સુત્રને સાર્થક કરવા તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દેશવાસીઓને સ્વચ્છતા સંદર્ભે જાગૃત થવા સાથે સ્વચ્છ ભારત અભિયાનમાં સહયોગ આપવાની અપીલને ધ્યાને લઇ શામળાજી મેળામાં આયોજીત લોકસંપર્ક કાર્યક્રમ હેઠળ પ્લોગીંગ રનનું આયોજન કરાયું હતુ. જો ચાલવા કે દોડતી વખતે રસ્તામાં આજુબાજુ નકામો કચરો કે ખાસ કરીને પ્લાસ્ટિકનો કચરો દેખાય તો તેને ઉપાડી લઇને ભેગો કરતાં જવું અને કચરાપેટીમાં નાખવો અને એ રીતે પર્યાવરણની તંદુરસ્તીને પણ જાળવવી એનું નામ પ્લોગીંગ રન. જેમાં પ્રાદેશિક લોકસંપર્ક કાર્યાલયના કર્મચારીઓની સાથે શામળાજીના એનએસએસ તેમજ એનસીસીના કેડેટ્સ અને જાગૃત નાગરિકો જોડાયા હતા.પોષણ અભિયાન અંગે સંકલીત બાળવિકાસ કેન્દ્ર દ્વારા જાણકારી આપવાની સાથે પોષ્ટિક વાનગી નિદર્શન સાથે સ્પર્ધાનું પણ આયોજન કરાયુ હતુ. જેમાં વિજેતાને ઇનામ આપી પ્રોત્સાહન પુરું પાડવામા આવ્યું હતુ. માહિતી અને પ્રસારણ મંત્રાલયના અધિકારી જે.ડી.ચૌધરી તેમજ દેવેન્દ્ર ત્રિવેદી દ્વારા કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન પુરુ પાડ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...