તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્રેક ફેલ થતાં ટ્રેલર બીજા ટ્રેલર સાથે અથડાતાં આગ ભભુકી, ડ્રાઈવર અને ક્લીનરનું ભડથું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસાના મહાકાળી મંદિર પાસે આવેલ બનાસ પુલ પરથી બુધવારની મોડી રાત્રે ટાઈલ્સો ભરેલાં એક ટ્રેલરની બ્રેક ફેલ થતા તે 150 મીટર ઘસડાઇ સામે આવી રહેલ ટ્રેલર સાથે ધડાકાભેર ટકરાતા બન્નેમાં ભીષણ આગ ભૂકી ઉઠી હતી. જેમાં ડ્રાઇવર-ક્લીનર આગમાં ભડથું થયા હતા. જ્યારે અન્ય ટ્રેલર ચાલક તથા ક્લીનર ઘવાતા તેઓને 108 મારફતે ડીસા સિવિલમાં ખસેડ્યા હતા. પાણીનો મારો ચલાવી 10 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. જોકે કલાકો સુધી ટ્રાફિકજામ થતા ડીસા તાલુકા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી ટ્રાફિક વ્યસ્થિત કર્યું હતું.

બીજી તરફ બનાવની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ઘટના અંગે 108ને જાણ કરતાં અન્ય ટ્રેલરનાં ઘવાયેલા ડ્રાઈવર જગદીશચંદ્ર ગોદારામ મિણા (રહે.માંડલગઢ,જી.ભીલવાડા-રાજસ્થાન) તથા ક્લીનર સોજીરામ ભેરુમલ મીણા (રહે.ભીલવાડ,તાલુકો-રાજસ્થાન) ને સારવાર માટે ડીસા સિવિલમાં ખસેડ્યા હતા. જોકે આ બનાવમાં જગદીશચંદ્ર મીણાને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને ડીસા સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પાલનપુર ખાતે ખસેડ્યા હતા. જોકે આ ટ્રક ચાલક તથા ક્લીનર કોટાથી ટ્રકમાં ટાઇલ્સો તથા પથ્થરો ભરી મુન્દ્રા જઇ રહ્યા હતા. આ દરમિયાન ઘટના સર્જાઇ હતી. બનાવને પગલે મોડી રાત્રે ડીસા ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અનુસંધાન

જોકે આગ એટલી વિકરાળ હતી કે ડીસા ફાઇટરના સાત જણાના સ્ટાફે 17 હજાર લીટર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. દસ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.

જોકે ટ્રેલરમાં સળગેલા ડ્રાઇવર-ક્લીનર બળીને ભડથું થતાં તેમની લાશને બોરીમાં ભરી પીએમ માટે ડીસા સિવિલમાં ખસેડવાની ફરજ પડી હતી. જોકે મૃત્યુ પામેલ ડ્રાઇવર-ક્લીનરની ઓળખવિધિ થઇ નહોતી. જેને લઇ પોલીસે આ મામલે તપાસનો દોર આરંભ્યો હતો. જોકે સમગ્ર ઘટના ટોક ઓફ ધ ટાઉન બની હતી અને અકસ્માતને લઈ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

ક્યાં-ક્યાં ટ્રેલરનો અકસ્માત સર્જાયો

ટ્રેલર નંબર આરજે-09-જીબી-1355 કોટાથી મુન્દ્રા તરફ જઇ રહ્યું હતું. જેના ડ્રાઇવર અને ક્લીનરને ઈજાઓ પહોંચી હતી. જ્યારે ટ્રેલર નંબર આરજે-19-જીએફ-8776ની બ્રેક ફેલ થતા તે સામેના ટ્રેલર સાથે ટકરાયું અને આ ટ્રેલર ચાલકના ડ્રાઇવર ક્લીનર આગમાં બળીને રાખ થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...