કલોલ આંબેડકર બ્રિજ પર એક્ટિવા સ્લીપ થતાં પિતા-પુત્ર ઘાયલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કલોલના આંબેડકર બ્રિજ પર એક્ટિવા સ્લીપ થતાં અમદાવાદના પિતા-પુત્ર ઘાયલ થયા હતા. ગોવિંદભાઇ ઈશ્વરભાઈ મકવાણા તથા તેમનો પુત્ર હર્ષકુમાર ગોવિંદભાઈ મકવાણા પોતાનું એક્ટિવા લઇને મહેસાણાથી અમદાવાદ તરફ જઈ રહ્યા હતા. ત્યારે આંબેડકર બ્રિજ પર તેમનું એક્ટિવા અચાનક સ્લીપ થઈ
ગયું હતું.

એક્ટિવા સ્વીપ થતાની સાથે તેઓ રોડ પર પટકયા હતા. બંને પિતા-પુત્રને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી. ત્યારે દોડી આવેલા 108ના પ્રતિક વ્યાસ હવે એમપી ઠાકોરે બંને ઘાયલોને તુરંત સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં
આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...