તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાનેરાના કુમર ગામે પુત્રીને મળીને પરત ફરતાં પિતાનું અકસ્માતમાં મોત,1 ઘાયલ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લાખણાસર બસ સ્ટેશન પાસે શનિવાર સાંજે અજાણ્યા ટેન્કર ચાલકે પાછળથી કમાન્ડર જીપને ધડાકાભેર ટક્કર મારતા પુત્રીને મળીને પરત ફરી રહેલા પિતાનું મોત નિપજ્યું હતું. જ્યારે એક ઘાયલ થયો હતો. અકસ્માત સર્જી ટેન્કર ચાલક નાસી છૂટયો હતો.

ડીસા તાલુકાના કુચાવાડા ગામ ખાતે રહેતા 45 વર્ષીય ઈશ્વરભાઈ રાયમલભાઈ પરમાર શનિવારે તેમની પુત્રીને મળીને ધાનેરા તાલુકાના કુમર ગામેથી તેમની કમાન્ડર જીપ લઈને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન લાખણાસર બસ સ્ટેશન પાસે એક અજાણ્યા ટેન્કર ચાલકે પાછળથી ધડાકાભેર ટક્કર મારતા જીપ ફંગોળાઈ ઝાડીમાં ઘુસી હતી. જેમાં ઇશ્વરભાઇ પરમારનું મોત નીપજયું હતું. જ્યારે તેમની સાથે રહેલા માલાભાઈ પરમાર ગંભીર હદે ઘવાયા હતા. અકસ્માત સર્જી ટેન્કર ચાલક નાસી છૂટયો હતો. આ બાબતની જાણ થતાં 108 ના પાયલોટ સંજયભાઈ સુદરાસણા તથા ઇ.એમ.ટી. સુધીરસિંગ રાજપુત તત્કાલ ઘટનાસ્થળે પહોંચી ઘાયલને સારવાર માટે ડીસા સિવિલમાં ખસેડ્યા હતા. જ્યારે મૃતકની લાશને પીએમ અર્થે ડીસા સિવિલમાં ખસેડાઇ હતી. આ અંગે પોલીસને જાણ કરાતા તપાસ હાથ ધરી હતી.

નેગેટિવ ન્યૂઝ
ફક્ત અેજ નકારાત્મક સમાચાર જે તમને જણાવવા જરૂરી છે

મૃતક ઈશ્વરભાઈ

ટેન્કર ચાલકે પાછળથી ટક્કર મારતા જીપ ફંગોળાઈ ઝાડીમાં ઘુસી ગઈ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો