તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડીમાં કમોસમી વાવાઝોડાથી ઘઉં, લીંબુ, ચીકુના પાકને વ્યાપક નુકસાન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

કડીમાં દિવસભર વાદળ છાયા વાતાવરણ વચ્ચે સાંજે અચાનક વાતાવરણમા પલટો આવતા ભારે પવન સાથે વાવાઝોડુ ફૂંકાતા શહેરમા ધૂળની ડમરીઓથી વાતાવરણ ધૂધળુ બની ગયુ હતુ.ભારે પવન સાથે વાવાઝોડાના કારણે પંથકમા ઘઉ,જીરૂ,વરીયાળી અને લીંબુ,ચીકુ ની ખેતીમા વ્યાપક નુકસાન થયુ હતુ.ખેડૂતોને પારાવાર નુક્શાન સહન કરવુ પડ્યુ હતુ.

કડીમાં ખાખરીયા ટપ્પા વિસ્તારના ખેતરોમા ઘઉ નો પાક તૈયાર ઉભો છે. ત્યારે મંગળવારે સાજે અચાનક ભારે પવન સાથે આવેલ પૂરઝડપી વાવાઝોડામા ઘઉ નો ઉભો પાક પડી ગયો હતો.વરીયાળી અને જીરા ના પાકને નહીવત નુકસાન થયુ હતુ.જ્યારે લીંબુડીના છોડ પર હાલની સીઝનમા લીંબુના ફુલમાંથી સોપારી જેવડા લીંબુ છોડ પર અઢળક હોય છે.

ત્યારે વાવાઝોડાને કારણે કડી અને નંદાસણ પંથકના ખેરપુર,રાજપુર અલદેસણ,ઉંટવા,સરસાવ સહિત ગામોના ખેડૂતોને લીંબુ અને ચીકુ ની ખેતીમા વ્યાપક નુકસાન થયુ હતુ.એકમાત્ર લીંબુ અને ચીકુ ની ખેતી કરનાર ખેડૂતોની દયનીય હાલત થઈ હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો