તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડીસાના કંસારી ટોલનાકા પાસેથી રવિવારે વિદેશી દારૂ ભરેલ કાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડીસાના કંસારી ટોલનાકા પાસેથી રવિવારે વિદેશી દારૂ ભરેલ કાર ઝડપાઇ હતી. ગાડીમાંથી 42 હજારનો વિદેશી દારૂ ઝડપાયો હતો. પોલીસે રૂ.1.47 લાખના મુદામાલ સાથે એક શખ્સ ઝડપાયો હતો.

ડીસાના કંસારી ટોલનાકા પાસેથી વિદેશી દારૂ ભરેલ ગાડી પસાર થતી હોવાની અંગત બાતમીના આધારે રવિવારે ડીસા તાલુકા પોલીસે માર્ગ કોર્ડન કરી લીધો હતો. દરમિયાન જીજે-15-ડીડી-4067 નંબરની ગાડી પસાર થતા તેને રોકી તલાશી લેતા તેમાંથી 42 હજારનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂ ગાડી તેમજ મોબાઇલ મળી કુલ રૂ.1.47 લાખનો મુદામાલ ઝડપી લીધો હતો. પોલીસે ગાડીમાં સવાર ઉમારામ સોમારામ કણબી (રહે.ઘાનોલ,તા.રાણીવાડા,જી.ઝાલોર-રાજસ્થાન) ને ઝડપી લઈ તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...