હજુ 48 કલાક ઉ.ગુ.માં બેવડી ઋતુ અનુભવી શકાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સતત બીજા દિવસે શનિવારે પણ ઉત્તર ગુજરાતમાં દક્ષિણથી પશ્ચિમ દિશાનો પવન ફૂંકાતાં દિવસ અને રાતના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. જેને લઇ રાત્રે ઠંડી અને દિવસે ગરમી અનુભવાઇ હતી. જોકે, ગરમીનું જોર આંશિક ઘટ્યું હતું. મહેસાણામાં 40.2 ડિગ્રી ગરમી નોંધાઇ હતી. 9મી એપ્રિલથી ફરી એકવાર ગરમીનો રાઉન્ડ શરૂ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

શુક્રવારે પલટાયેલા વાતાવરણના કારણે મોડી સાંજથી વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધતાં આખી રાત ઠંડી હેમ રહી હતી. રાત્રીના તાપમાનમાં 3 ડિગ્રી સુધી થયેલા ઘટાડાની અસર શનિવારના દિવસના તાપમાન પર પડી હતી. સામાન્ય રીતે 41 ડિગ્રીને પાર રહેતો પારો 39.8 થી 40.3 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. હવામાન વિભાગના મતે, આગામી 48 કલાક સુધી ઉત્તર ગુજરાતમાં બેવડી ઋતુ જેવો માહોલ બની રહેશે. તા.9 એપ્રિલથી ફરી એકવાર ગરમીનો રાઉન્ડ શરૂ થશે.

મુખ્ય 5 શહેરોનું તાપમાન
શહેર મહત્તમ લઘુત્તમ

મહેસાણા 40.2(-1.0) 22.0(-3.0)

પાટણ 40.0(-0.8) 23.5(-1.7)

ડીસા 39.8(-0.4) 23.8(-1.5)

ઇડર 40.0(-1.5) 23.0(-0.9)

મોડાસા 40.3(-0.3) 21.8(-2.7)

અન્ય સમાચારો પણ છે...