તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માવઠાથી મહેસાણા-બ.કાંઠામાં ખેતીને 10% નુકસાનનો અંદાજ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રાંતિજ તાલુકામાં ગુરૂવારે પડેલ કમોસમી વરસાદને લઇને શાકભાજી પકવતાં ખેડૂતોને મોટી નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે .

ગુજરાત ભરમાં કમોસમી વરસાદે ફરી દેખાવો દેતા ધરતી પુત્રોમાં નિરાશા જોવા મળી હતી. પ્રાંતિજ સહિત તાલુકામાં ફ્લાવર અને કોબીજમાં નુકસાની થતાં ખેડૂતોને સહન કરવાનો વારો આવ્યો છે. જ્યારે અન્ય શાકભાજી પકવતા ખેડૂતોને પણ નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે. વરિયાળી, ચણા, જીરું પકવતા ખેડૂતોને પણ કમોસમી વરસાદને લઇને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આ અંગે સાબરકાંઠા જિલ્લાના ખેતીવાડી અધિકારી વી.કે.પટેલે જણાવ્યું કે વરસાદ થયો નથી. પછી તપાસનુ કોઇ કારણ રહેતુ નથી. મહેસાણા જિલ્લાના બહુચરાજી, ઊંઝા, કડી અને મહેસાણા વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે ખરીફ પાકને મોટું નુકસાન થતાં ખેડૂતો દયનીય હાલતમાં મુકાયા છે. કડી, નંદાસણ, દેત્રોજ પંથકમાં વરસાદથી એરંડાના પાકનો સોથ વળી જતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. પાટણ જિલ્લામાં રાધનપુર, શંખેશ્વર, સિદ્ધપુર, સરસ્વતી સહિત જગ્યાએ કરા સાથે વરસાદ પડતાં પાક નિષ્ફળની ભીતિ સેવાઈ રહી છે.

ઈડર ભિલોડા
બનાસકાંઠા | સુઈગામ, દિયોદર, ભાભર, વાવ, કાંકરેજમાં એરંડા, રાયડો, જીરુનો શોથ વળ્યો
પિયત એરંડાનો ઊભો પાક જમીનદોસ્ત બની ગયો, બીટી કપાસ પલળતાં લુંદો થઇ ગયો
ગુરુવારે સાંજે વાવાઝોડા અને કરા સાથે પડેલા વરસાદથી ઉ.ગુ.માં સૌથી વધુ એરંડા,તમાકુ, કપાસ, જીરૂ, ઇસબગુલ તેમજ શાકભાજીના પાકોને નુકસાન થયું છે. ભાસ્કર

પ્રાંતિજ બાયડ
પાટણ | શંખેશ્વર, સમી, રાધનપુર,વારાહી પંથકમાં જીરું, રાયડો, કપાસને મોટો ફટકો
સાબરકાંઠા | પ્રાંતિજ પંથકમાં ફ્લાવર, કોબીજ સહિત શાકભાજીમાં નુકસાન
ધુમ્મસથી રવિ પાકમાં સુકારાની શક્યતા
 વાદળછાયા વાતાવરણ અને ધુમ્મસના કારણે રવિ સીઝનમાં પાકને આગોતરો સુકારો જેવા રોગો આવવાની શક્યતા છે.. ત્યારે ખેડૂતે તેનાથી બચવાના ભાગરૂપે મેન્કોઝેબ ૭૫ ટકા વેટેબલ પાવડર ૨૫ ગ્રામ પ્રતિ દશ લીટર પાણીમાં નાખીને છંટકાવ કરવો અને સાથે સાથે શોષક પ્રકારની દવા જેવી કે ઇમેડાક્લોપરીડને પાંચ એમ.એલ. પ્રતિ દશ લીટર પાણી સાથે સ્પ્રે કરવો જેથી ભવિષ્યમાં રવિ પાકને આવા રોગોથી બચાવી શકાય. આર.એમ.પટેલ, સહ સંધોધક વૈજ્ઞાનિક બનાસકાંઠા

કમોસમી વરસાદથી નુકસાનનો સર્વે કરાવાશે : નીતિન પટેલની જાહેરાત
હિંમતનગર | ઉત્તર ગુજરાત અને કચ્છમાં થયેલ કમોસમી વરસાદને પગલે રવિ વાવેતર અને ખરીફ પાકને થયેલ સંભવિત નુકસાન અંગે ગુરૂવારે સાંજે હિંમતનગર અાવેલ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે ત્વરિત પ્રતિક્રિયા અાપતા જણાવ્યુ કે કૃષિ વિભાગ દ્વારા સર્વે કરાવી સમીક્ષા કરી નિર્ણય લેવાશે.ગુરૂવારે હિંમતનગર ખાતે લોકાર્પણ - ખાત મૂહૂર્ત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યુ કે હવામાન વિભાગની અાગાહી મુજબ વાતાવરણ બદલાયુ છે અને કેટલાક વિસ્તારોમાં 1 ઇંચ થી વધુ વરસાદ થયો છે કૃષિ વિભાગ દ્વારા સર્વે કરાવી સરકાર તેની સમીક્ષા કરી નિર્ણય લેશે અને યોગ્ય કરાશે. કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે.

અન્ય સમાચારો પણ છે...