મેડિકલ વેસ્ટ કંપનીથી પર્યાવરણને નુકસાન થતાં 11મીએ વિરોધ કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાણસ્મા નજીક આવી રહેલી મેડિકલ વેસ્ટની કંપનીનો વિરોધ કરવા માટે શુક્રવારે ચાણસ્મા તાલુકાના સરપંચો અને આગેવાનોની ચાણસ્મામાં બેઠક મળી હતી. જેમાં આગામી 11 જૂનના રોજ ખેડૂતો બાળકો મહિલાઓ સહિત ૨૦ હજારથી વધારે લોકોને એકઠા કરી તેનો ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરવાનો નિર્ણય કર્યો હતો. આ કંપનીથી પર્યાવરણને મોટું નુકસાન થાય તેવી દહેશત તાલુકાના ખેડૂતોએ વ્યક્ત કરી હતી.

આ અંગે ખેડૂત અને પર્યાવરણ હિત સમિતિના કન્વીનર ઉમેશભાઈ પટેલે જણાવ્યું કે આ કંપનીના આવવાથી ચાણસ્મા તાલુકાના 50થી વધારે ગામડાઓને જનજીવન, પર્યાવરણ, માનવ જીવન, પ્રાણી જીવન ઉપર સીધી અસર પડી શકે તેમ છે જેથી જે જગ્યા પર કંપની આવી રહી છે જેનો વિરોધ કરાશે. પ્રતિક ઉપવાસ રેલીઓ પછી પણ જો સરકાર દ્વારા કંપનીની મંજૂરી રદ કરવામાં નહિ આવે તો આમરણ ઉપવાસ કરવામાં અાવશે. છેલ્લા એક માસથી પર્યાવરણ હિત સમિતિ દ્વારા ચાણસ્મા તાલુકાના ગામે ગામ જન જાગૃતિ લાવવામાં અાવી રહી છે તેમ પર્યાવરણ સમિતિના બચુભાઈ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...