તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માણસા મામલતદાર કચેરીને કામગીરી સોંપાતાં અજદારોને ધરમધક્કા ખાવાની ફરજ પડતા હાલાકી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

અમદાવાદ અને ગાંધીનગર ટ્વીનસીટી પ્રોજેક્ટ અંતર્ગત ડેવલોપ કરવા માટે ગાંધીનગર તાલુકાના 12 ગામોને ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવનાર છે. ત્યારે આ ગામોના રેવન્યુ રેકોર્ડની કામગીરી માણસા મામલતદાર કચેરીના કર્મચારીઓને સોંપવામાં આવી છે. જેને પરિણામે માણસા મામલતદાર કચેરીની કામગીરી અટકી પડતા અરજદારોને ધીરજ રાખીને ધક્કા ખાવા સાથે ધનનો વ્યય કરવાની ફરજ પડી છે.

ગાંધીનગર તેમજ મેટ્રો સીટી અમદાવાદનો વિકાસ રોકેટની ગતિએ થઇ રહ્યો છે. ત્યારે ગાંધીનગર અને અમદાવાદને લીંકસિટી તરીકે વિકસાવવા રાજ્ય સરકારે કવાયત હાથ ધરી છે. જેના માટે અમદાવાદની આસપાસના અને ગાંધીનગરની આસપાસના ગામોને મહાપાલિકામાં સમાવવાની કામગીરી શરૂ કરી છે. વિકાસ કમિશ્નરે ગાંધીનગર તાલુકાના 12 ગામોને ગાંધીનગર મહાપાલિકામાં સમાવેશ સંબંધે વિવિધ માહિતી જિલ્લા પંચાયત પાસેથી માગી હતી. જ્યારે ગાંધીનગર મહાનગરપાલિકાએ સામાન્ય સભામાં કુલ 17 ગામોને ગાંધીનગરમાં સમાવવાની દરખાસ્ત કરી છે. ગાંધીનગર અમદાવાદને લીંકસિટી પ્રોજેક્ટ સમાવિષ્ટ ગામોના રેવન્યુની કામગીરી હાલમાં માણસા મામલતદાર કચેરીને સોંપવામાં આવી છે. જેમાં ગામોના ખેડુત ખાતેદારોની જમીનનું સંપુર્ણ રેકોર્ડ તૈયાર કરવા તેમજ ગામ વાર સાતબારના ઉતારાની કામગીરી કરાઇ રહી છે.

ગામોની જમીનના ટાઇટલના નક્કી કરેલા ફોર્મેટમાં ચકાસણી કરવાની કામગીરી દોઢ માસથી માણસા મામલતદાર કચેરીના કર્મચારીઓ કરી રહ્યા છે. આથી માણસા મામલતદાર કચેરીની રોજીંદી કામગીરી ઠપ્પ થઇ જતા અરજદારોને ધક્કા ખાવાની ફરજ પડી રહી છે.

ગામોને શહેરમાં નહી સમાવવાનો ઠરાવ કર્યો હતો

જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ગાંધીનગર તાલુકાના ખોરજ, ઝુડાલ, સુઘડ, અમીયાપુર, ભાટ, રણાસણ, નાના ચિલોડા, રાયસણ, કોબા, કોટેશ્વર સહિતના ગામોને શહેરમાં નહી સમાવવાનો ઠરાવ કર્યો હતો.

માણસા તાલુકામાં સમાવિષ્ટ 14 ગામોની કામગીરી ક્યારે થશે

કલોલ તાલુકાના 14 ગામોનો માણસા તાલુકામાં સમાવેશ કરાયો તેની રેવન્યુની કામગીરી સોંપવામાં આવે તો કામગીરી સરળ બની રહે તેમ અરજદારોએ જણાવ્યું છે. અરજદારોને ધ્યાનમાં રાખીને માણસા મામલતદાર કચેરીની અટકી ગયેલી કામગીરી શરૂ કરવાની અરજદારોએ માંગ કરી છે.

કામગીરી માટે આવેલા અરજદારોને યોગ્ય જવાબ નહી મળતા ઊઠેલો રોષ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો