ચૂંટણીને લઇ સરહદી સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત બનાવવા ચૂંટણી પંચનો નિર્દેશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભાની ચૂંટણી સંદર્ભે અરવલ્લી ખાતે રાજ્ય સરહદી સુરક્ષા અંગે ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં આંતર રાજ્ય અને પડોશી જિલ્લાના કલેક્ટર તેમજ પોલીસ વડા અને ચૂંટણી અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.ભારતીય ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર નશીલા પદાર્થોની હેરાફેરી પર કડક પ્રાબંધી તેમજ આંતર રાજ્ય સરહદ શીલ કરવા તેમજ તડીપાર કરાવેલા ગુનેગારોને સરહદ પ્રવેશ ન કરવા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો.

ભારતીય ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર આગામી તા.23 અેપ્રિલ 2019 લોકસભા ચૂંટણીનુ મતદાન યોજાનાર છે.જેના ભાગરૂપે અરવલ્લી કલેક્ટર નાગરાજન,એસ.પી.મયુર પાટીલ રાજસ્થાનના ડુંગરપુરના કલેક્ટર ચેતન દેવરા,મહિસાગર જિલ્લા કલેક્ટર આર.બી.બારડ બંને જિલ્લાના પોલીસ અધ્યક્ષ તેમજ અધિક કલેક્ટર અાર.જે.વલવી અને નાયબ ચૂંટણી અધિકારી પ્રિતેશ દવેની અધ્યક્ષતામાં ખાસ બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં આંતર રાજ્યોની સરહદી સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત બનાવી દારૂ બંધી અટકાવવા કડક પગલા લેવા ઉપર ભાર મુકવામાં અાવ્યો હતો.તદઉપરાંત આચાર સહિતાનો કડક અમલ થાય તે અંગે ખાસ તકેદારી રાખવા સબંધિત વિભાગને ખાસ તાકીદ કરવામાં આવી હતી.અધિકારી ઓની ખાસ મળેલી બેઠકમાં દરેક આંતર રાજ્ય સરહદ શીલ કરી બિનજામીન પાત્ર વોરંટ ઈશ્યુ કરવા માટે જણાવાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...