તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇડરના રૂદરડીથી આનંદપુરાનો માર્ગ બિસ્માર, લોકો પરેશાન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઈડર તાલુકાના રૂદરડીથી આનંદપુરા ગામ વચ્ચોનો બિસ્માર રોડ લોકો માટે માથાના દુ:ખાવા સમાન સાબિત થયો છે. સ્વ ખર્ચે લોકોએ રોડ પર મેટલ કામ કર્યું તો છે પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. રોડના કામ માટે ધારાસભ્યને પણ રજુઆત કરવામાં આવી છે.

ઇડર તાલુકાના રૂદરડીથી આનંદપુરા ભુવેલને જોડતો માર્ગ છેલ્લા 35 વર્ષથી બિસમાર હાલતમાં હોવાથી રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામ લોકોઓ છેલ્લા કેટલાક સમયથી આ રોડ ઉપર સ્વખર્ચે મેટલ નાખી હતી અને ઉપયોગ કરી રહ્યા હતા. પરંતુ માર્ગ બિસમાર હોવાથી નવીન બનાવવા રૂદરડી ગ્રામ પંચાયત દ્વારા ધારાસભ્ય હિતુ કનોડિયાને લેખિતમાં જાણ કરી છે અને આ રોડ સત્વરે બને તેવી માંગ કરી રહ્યા છે. સરકારી વિભાગ દ્વારા રોડનું કામ હાથ ધરવામાં આવે તેવી બે ગામના
લોકોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો