તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાનસરના તળાવને ઊંડું કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુજલામ્ સુફલામ્ જળ અભિયાન 2019 અંતર્ગત કલોલ તાલુકાના પાનસર ગામના તળાવને ઉંડુ કરાશે. જેના ખાતમૂહુર્ત પ્રસંગે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના અધ્યક્ષ ભાવનાબેન દવે સહિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. 8,438ની વસ્તી ધરાવતા આ પાનસર ગામમાં 51 લાખ લીટર પાણીનીના સંગ્રહની ક્ષમતા ધરાવતું તળાવ આવેલુ છે.

આ તળાવને 1 લાખ 47 હજારના ખર્ચે ઉંડુ કરવાની કામગીરીનું સોમવારે શરૂઆત કરાઈ. તળાવને ખોદી ઉંડું કરી 100 લાખ લીટર પાણી ક્ષમતા ધરાવતું બનાવવામાં આવશે.

તળાવમાંથી નીકળેલ માટીનો વપરાશ ખેતી કામમાં, ગ્રામના જાહેર સ્થળોએ પુરાણ કરવા અને રેલેવે ફેટ કોરીડોરના કામે લેવામાં આવશે. 20 દિવસમાં આ તળાવ ઉંડુ કરી પાળા ઉંચા કરી તેના ફરતે 500 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધીનગર જિલ્લામાં સુજલામૂ સુફલામૂ જળ અભિયાન- ૨૦૧૯ નો આરંભ પાનસર ગામમાંથી કરવામા આવ્યો હતો. તસવીર: ધર્મેન્દ્ર જોશી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો