અરવલ્લીમાં પાણીના અભાવે ઉનાળું મગફળીનુ વાવેતર ઘટ્યંુ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અરવલ્લી જિલ્લામાં ઉનાળુ સિઝનમાં પાણીની અછત વર્તાતાં ચાલુ સિઝનમાં માત્ર 1080 હેક્ટરમાં મગફળીના પાકની વાવણી થઇ હોવાનુ જિલ્લા ખેતીવાડી અધિકારી જે.આર.પટેલે જણાવ્યુ હતુ.

પાણીના અભાવે ગતવર્ષની સરખામણીએ જિલ્લામાં મગફળીના પાકની વાવણીમાં 50 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. બીજી બાજુ જિલ્લાના વાત્રક બંધમાં પાણીનો પુરવઠો ઉપલબ્ધ ન હોવાના કારણે માલપુર-બાયડ અને ધનસુરા તાલુકાના ખેડૂતોને ઉનાળુ સિઝનના સિંચન માટે પાણી મળવાનુ મુલતવી રહેતા ઉપરોક્ત તાલુકાના નહેર વિસ્તારના ગામડા ઓના ખેડૂતો મગફળીના પાકની વાવણી કરવાનુ ટાળી રહ્યા છે.

જિલ્લામાં પિયતવાળા વિસ્તારોમાં ખેડૂતોએ અત્યાર સુધીમાં 1080 હેક્ટર જમીનમાં મગફળીની વાવણી કરતા પાક ઉગી નીકળ્યો છે. ત્યારે શરૂઆત માંજ મગફળીમા લશ્કરી અને ટપકાવાળી ઇયળ દેખાતા ખેડૂતોઅે પાકમાં મોંઘી દવાનો છંટકાવ શરૂ કર્યો છે. ઇળયના ઉપ્રદવને નાથવા માટે જિલ્લા નાયબ ખેતીવાડી અધિકારી અશ્વિનભાઇ પી.પટેલે ઇમામેકટીન એનઝોયેટનો ઉપયોગ કરવા ખેડૂતોને સલાહ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...