તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થરાદ-સાંચોર હાઇવે પર બુઢનપુર ગામ નજીક ફુડપેકેટના ગોડાઉનમાં આગ, 3 ટ્રેકટર અને એક ગાડી બળીને ખાખ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ | થરાદ-સાંચોર હાઇવે બુઢનપુર નજીક વીરકૃપા ફ્રુડ પેકેટના ગોડાઉનમાં મંગળવારે બપોરે અચાનક આગ લાગતાં કમ્પાઉન્ડમાં પડેલ ત્રણ ટ્રેકટર અને એક ગાડી આગની લપેટમાં આવી ગયા હતા. આ ઘટના અંગે ફાયર ફાઇટરને જાણ કરાતા ઘટના સ્થળે થરાદ પાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવા ભારે પ્રયાસ કર્યો હતો. જોકે આગ કાબુમાં આવે તે પહેલા ત્રણ ટ્રેકટર અને એક ગાડી બળીને ખાખ થતાં નુકસાન થયું હતું. જોકે આગ લાગવાનું કારણ અકબંધ રહેવા પામ્યું હતું. તસવીર-વરધાજી પરમાર

અન્ય સમાચારો પણ છે...