તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાનીકડી સ્થિત મેઘના કન્યા છાત્રાલય કેમ્પસમાં શનિવારે દાતાઓનો અભિવાદન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નાનીકડી સ્થિત મેઘના કન્યા છાત્રાલય કેમ્પસમાં શનિવારે દાતાઓનો અભિવાદન સમારોહ, પ્રવેશોત્સવ અને નવી શાળાનો ઉદ્દઘાટન સમારોહ યોજાશે.રાજેશકુમાર કાંતિભાઈ પટેલ સંસ્કાર ઈંગ્લિશ મિડિયમ સ્કૂલનો ઉદ્દઘાટન સમારોહ ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ મણિભાઈ પટેલની ઉપસ્થિતિમાં સાંસદ શારદાબેન પટેલના હસ્તે કરાશે. આ પ્રસંગે સંસ્થાના દાતાઓનો અભિવાદન તેમજ કેમ્પસમાં પ્રવેશ મેળવનારા નવા વિધાર્થીઓનો પ્રવેશોત્સવ યોજાશે. આ પ્રસંગે સુરેન્દ્રનગરના સાંસદ ડૉ.મહેન્દ્રભાઈ, ધારાસભ્ય બાબુભાઈ પટેલ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સંયોજક સી.કે.પટેલ હાજર રહેશે. સમારોહને સંસ્થાના પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, ઉપપ્રમુખ ભૂદરભાઈ પટેલ, અંબાલાલ પટેલ વગેરે સફળ બનાવશે.

અન્ય સમાચારો પણ છે...