રાધનપુરમાં બિસ્માર રસ્તાઓથી લોકો પરેશાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાધનપુર : રાધનપુરમાં છેલ્લા કેટલાય મહિનાઓથી શહેરના બિસ્માર રસ્તાઓથી શહેરની જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે.શહેરના રાજગઢીથી જયહિન્દ ટોકીઝ થઈને પ્રભાત ટોકીઝ સુધી,જયહિન્દ ટોકિઝથી અંજુમન હાઈસ્કૂલ સુધી, પારસનગરથી એસ.ટી.સ્ટેન્ડ જવાના માર્ગ સુધી,હાઇવેથી ગ્રીનપાર્ક-નાલંદા સ્કૂલ થઈને ગાંધીચોક સુધી એમ તમામ માર્ગો આજે બિસ્માર હાલતમાં પડ્યા છે.પાલિકા દ્વારા બે વર્ષ અગાઉ આર.સી.સી.રસ્તા બનાવ્યા હતા તેની કોન્ક્રીટ પણ ઉખડી ગઈ છે,અને સળિયા દેખાવા માંડ્યા છે.આ રસ્તાઓ ઉપરથી રીક્ષાઓ,દ્વિચક્રી વાહનો અને સાયકલ સવારો નિકળવાનું ટાળે છેે આ રસ્તાઓ ઉપરથી બે કે ત્રણ વખત નીકળવામાં આવે તો વાહનોના ટાયરો ફાટી જાય છે અથવા તો પંક્ચર પડી જાય છે.આ રસ્તાઓ તાત્કાલિક નવા બનાવવા માંગ ઊઠી છે.
અન્ય સમાચારો પણ છે...