તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માણસામાં જિલ્લાકક્ષાનું ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર ભાસ્કર | ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે જિલ્લાકક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન તાજેતરમાં એમ.જી.ચૌધરી વિદ્યાસંકુલ, માણસામાં યોજાયું હતું. જેમાં તાલુકાકક્ષાએ વિજેતા 70 શાળાઓના બાળ વૈજ્ઞાનિકોની કુલ 72 કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. બાળ વૈજ્ઞાનિકોએ ટકાઉ કૃષિ પદ્ધતિ, સ્વચ્છતા અને સ્વાસ્થ્ય, સંશાધન અને વ્યવસ્થાપન, ઔદ્યોગિક વિકાસ, ભવિષ્યમાં પરિવહન અને પ્રત્યાયન અને શૈક્ષણિક રમતો-ગાણિતિક નમુના સહિતના વિષયો ઉપર કૃતિઓ રજુ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...