તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લા કક્ષાના 71મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઊંઝામાં કરાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા |મહેસાણા જિલ્લા કક્ષાના 71મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઊંઝા ખાતે કરવામાં આવશે. 26મી જાન્યુઆરીને રવિવારના રોજ જીમખાના મેદાન ખાતે યોજાનાર સમારોહમાં ઊર્જા મંત્રી સૌરભ પટેલના હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાશે. પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઇ યોજાયેલી બેઠકમાં કલેકટર એચ.કે. પટેલે આ રાષ્ટ્રીય પર્વમાં વધુમાં વધુ લોકો જોડાય તેવું આયોજન કરવા, ઊંઝા ખાતે સરકારી મકાનો પર રોશની, સ્વચ્છતા, સફાઇ, મેદાનને સમથળ કરવું સહિત વિવિધ તૈયારીઓ અંગે સૂચનો કર્યા હતા.આ રાષ્ટ્રીય પર્વ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમો, સાફ સફાઇ, સુશોભન, રોશની, સ્પર્ધાઓ, પ્રભાતફેરી, શેરીનાટક, વાનગી હરીફાઇ, વેશભૂષા, રોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ સહિતના આયોજન અંગે ચર્ચા કરાઇ હતી. આ દિવસે ટેબ્લો નિદર્શન બાબતે પણ ચર્ચા કરાઇ હતી.આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક મેહુલ દવે સહિત સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો